Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ તાલુકા પંચાયતની ખાલી પડેલ 15-થોરીથાંભા બેઠક ની પેટાચૂંટણી યોજાઇ, કુલ 68%  મતદાન નોંધાયુ

વિરમગામ તાલુકા પંચાયત ની અગાઉ બે વખત તાલુકા સદસ્ય ના કુદરતી મોત નીપજતાં તાલુકા ની 15-થોરીથાંભા બેઠક મા ખાલી પડેલ, અગાઉ પહેલી વાર કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ઘારશીભાઇ ઘરમશીભાઇ કો.પટેલ જે 925 મતે વિજેતા થયાં હતાં. તેઓના કુદરતી મોત નીપજતાં તાલુકા ની  બેઠક ખાલી પડી હતી ત્યારે આ પેટા ચૂંટણી યોજાતા માંથી વર્ષો થી બાદ ભાજપે આ બેઠક પર જીત મેળવી ને વાઘજીભાઈ ચેહરભાઇ કો.પટેલ તેઓ 16 મતે વિજયી થયા હતા તેઓનું પણ કુદરતી મોત નીપજતાં ફરી એકવાર આ બેઠક ખાલી પડી છે ત્યાંરે ચૂંટણીપંચ 11 જુન ના રોજ પેટાચૂંટણી હાથ ઘરાઇ હતી. જેના માટે થોરીથાંભા ગામના ઉમેદવાર  ભાજપ નાઉમદવાર  કો.પટેલ છનાભાઇ હીરજીભાઇ  એ ઉમેદવારી નોંધાવીહતી. ત્યારબાદ આજ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કો.પટેલ ભાઈલાલભાઈ શંકરભાઈ  ઉમેદવારી નોંધાવી હતી. જેણી ચૂંટણી આજે સવારે  8 થી સાંજે 5 કલાકે સુઘી મતદાન નો સમય રહેશે.જેમા 6 બુથ મા થોરીથાંભા-1 અને થોરીથાંભા- 2, લીયા- 1, લીયા-2,વસવેલીયા, લિંબડ એમ 6 બુથ ગામોનો સમાવેશ થાય છે ત્યારે આજરોજ થોરીથાંભા બેઠક માટે ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે આ લખાય છે ત્યાં સુધી  સવારે 8 થી 5 વાગ્યા સુઘી મા કુલ 68 મતદાન નોંધાયુ છે. જેણી મતગણતરી તા-13/6/2017 નો રોજ હાથ ઘરાશે.
                                                                                                                                                                                                                   રિપોર્ટરઃ- અમિત હળવદીયા (વિરમગામ)

Related posts

बीना अनुमति रैली करने के लिए हार्दिक पर मामला दर्ज

aapnugujarat

કોંગ્રેસની ખેડૂત રેલીનો ફિયાસ્કો, યુથ કોંગ્રેસ પ્રમુખ અમરીન્દ્રસિંહ બ્રાર રોષે ભરાયા

aapnugujarat

રૂફટોપ સોલાર પેનલ લગાવી ગુજરાતીઓએ લાઈટબિલમાં કરોડો રૂપિયા બચાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1