Aapnu Gujarat
Uncategorized

ડિઝીટલ સેવાસેતુ હેઠળ ભાવનગરના ૧૦ તાલુકાના ૧૦૪ ગ્રામ્ય વિસ્તારનો કરાયેલો સમાવેશ

માનવી ત્યાં વિકાસ અને વંચિતોના વિકાસ થકી દેશના વિકાસ અગ્રેસર રાખી રાજયના તમામ ગામડાઓને શહેરી દરજ્જાની સુવિધાઓથી સજ્જ કરવાની નેમ સાથે કાર્યરત મુખ્યમંત્રી વિજય રૂપાાણીના નેતૃત્વ હેઠળની રાજય સરકાર દ્વારા વિકાસના પથ પર એક કદમ આગેકુચ કરી રાજયના ગ્રામ્ય વિસ્તારમાં ડિઝીટલી ક્રાંતીના મંડાણ કરાઇ રહ્યા છે. રાજયના જરૂરીયાતમંદ લોકોને મળતી સરકારી સહાય યોજના માટે જરૂરી આનુષંગીક દસ્તાવેજો અને દાખલાઓ માટે તાલુકા કે શહેર કક્ષાએ આવેલી કચેરીઓની મુલાકાત લેવી ન પડે અને એક જ સ્થળે તેઓના તમામ મુશકેલીઓનું નિવારણ થાય તે માટે નિર્ણાયક અને પારદર્શક વહીવટની અમલી બનાવવા કૃતનિશ્ચયી મુખ્યમંત્રી રૂપાણીએ તબક્કાવાર સેવાસેતુનો પ્રારંભ કરાવેલો હતો. આ સફળ અને પરીણામલક્ષી યોજનાને આગળ વધારતા હાલની આધુનિક ડિઝીટલ ક્રાંતીનો વિનયેાગ વંચીતોને સહાયરૂપ બનવા કરાયો છે. આ આયોજન અન્વયે રાજયના કુલ ૧૬૭ તાલુકાઓના ૨૭૯૧ ગામડાઓમાં ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકાઓના ૧૦૪ ગામડાઓનો સમાવેશ કરાયો છે. ઉલલેખનીય છે કે સેવાસેતુ અન્વયે રાશનકાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા, સરનામું બદલાવવું, રાશનકાર્ડ અલગ કરવું, ભાષાકીય લધુમતીનો દાખલો, ધાર્મિક લઘુમતીનો દાખલો, આવકનો દાખલો, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર મુખ્યમંત્રી કૃષિ સહાય માટેનો દાખલો વગેરે જેવી ૨૨ જેટલી સેવાઓ હવે ડિજીટલી સેવાસેતુ અન્વયે હવે ગ્રામ્ય વિસ્તારમાં આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રી રૂપાણીના મિનીમમ ગર્વમેન્ટ મેકસીમમ ગર્વનન્સના મંત્રને આના પરિણામે વધુ બળ મળશે તેમજ સરકારી કચેરીઓમાં હ્યુમન ઇન્ટરફેસ ઓછુ થઇ જશે અને કચેરીમાં ગયા વિના જ ઘરેબેઠા સુવિધા સેવા મળવાથી ૧૦૦ ટકા ફેઇસ લેશ અને પેપર લેશ વર્કિંગ સિસ્ટમ ગુજરાતમાં અમલી થશે. મુખ્યમંત્રીએ હવે, પ્રધાનમંત્રી મોદીના ડિજીટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવામાં અગાઉની યોજનાઓની માફક અગ્રેસર બની અન્ય રાજાયે માટે માર્ગદર્શક બનવા આહવાન કર્યું છે. આ માટે રાજ્યના ગામડાંઓમાં ૧૦૦ એમબીપીએસના હાઇસ્પીડ ઇન્ટરનેટ સરળતાએ મળી રહે એ માટે ઓપ્ટિકલ ફાયબર નેટવર્કથી જોડાણો આપવામાં આવશે. અત્યાર સુધીમાં ૩૨૯૬૧ કિ.મી. અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક દ્વારા ર૩ જિલ્લાની ૭૬૯ર ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ છે. આ ડિજીટલી ક્રાંતિ વડે રાજયના તમામ ગામડાઓ શહેરીકક્ષા વિકાસ થકી વિશ્વગ્રામ બનવાનો માર્ગે અગ્રેસર બનશે.
(અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

જુનાગઢ મહિલા પોલીસ ટ્રેનિંગ કોલેજમાં વિશ્વ સિંહ દિવસની હર્ષભેર ઉજવણી કરાઈ

aapnugujarat

તાલાળા ખાતે રૂા ૪ કરોડનાં ખર્ચે સાકાર થયેલ આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનું લોકાર્પણ

aapnugujarat

ઉપલેટા પંથકના ખેડૂતો નિરાધાર

editor

Leave a Comment

UA-96247877-1