Aapnu Gujarat
Uncategorized

જુનાગઢ મહિલા પોલીસ ટ્રેનિંગ કોલેજમાં વિશ્વ સિંહ દિવસની હર્ષભેર ઉજવણી કરાઈ

આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જૂનાગઢ મહિલા પોલીસ ટ્રેનિંગની તમામ તાલીમાર્થીઓ દ્વારા વિશ્વ સિંહ દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. ‘સિંહ બચાવો સિંહ ગીરનું ઘરેણું સિંહ નું સન્માન કરો’નાં બેનરો અને સિંહનો લાયન માર્ક્સ પહેરી જૂનાગઢના મુખ્ય માર્ગો ઉપર શાનદાર રેલી યોજવામાં આવી હતી. રેલીમાં મહિલા તાલીમાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો હતો રેલી પોલીસ તાલીમ કેન્દ્રથી કાળવાચોક થઈને ગાંધીચોકના મુખ્ય માર્ગેથી પોલીસ તાલીમ કેન્દ્ર બીલખારોડ સુધી ભવ્ય રીતે કાઢવામાં આવી હતી
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ દીવડાઓથી ઝગમગી ઉઠશે

aapnugujarat

બોટાદ જિલ્લાના પ્રભારીમંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

editor

રાજનીતિમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરનો ઉદભવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1