Aapnu Gujarat
Uncategorized

રાજનીતિમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરનો ઉદભવ

જૂન, ૧૯૨૮માં ડૉ.બાબા સાહેબ આંબેડકર મુંબઈની ગવર્નમેન્ટ (સરકારી) લો કૉલેજમાં પ્રોફેસર તરીકે સ્થાન મળ્યું. તેઓ કાયદાના અભ્યાસમાં અભ્યાશુ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા પ્રિય થયા. આ સમયે સાયમન મિશન’ને મદદરૂપ થવા બ્રિટિશ ભારતમાં જુદી-જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી હતી. તારીખ ૫ ઑગસ્ટ, ૧૯૨૮ના રોજ સરકારે ડૉ. આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા. મુંબઈની ધારાસભામાં અને બહાર, જાહેરસભાઓમાં ડૉ. આંબેડકરની અવાજ ના પડઘો પડવા લાગ્યો હતો.
૨૩ ઑક્ટોબર, ૧૯૨૮માં ડૉ. આંબેડકરે, સાઇમન મિશન સમક્ષ દલિતોના પ્રાણપ્રશ્નો અને તેના નિરાકરણ’ ઉપર ચર્ચા કરી. મજૂર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા. મજૂરોના હક્કો અને સગવડો બાબતમાં તેમણે ઘણા પ્રયત્નો કર્યા. મજૂરો અને મિલમાલિકો વચ્ચે સુમેળ અને સમાધાન સાધવા અસંખ્ય લેબર ઑફિસરોની નિમણૂક કરી હતી. ટ્રેડ યુનિયન ઍક્ટમાં સંશોધન કરી તેમાં માલિકો દ્વારા ટ્રેડ યુનિયનોને માન્યતા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બ્રિટિશ સરકારમાં હતા ત્યારે પણ મજૂરોના હક્કો માટે કાયદા કર્યા. લઘુતમ વેતન, પ્રસૂતિસહાય, સફાઈ કર્મચારીઓના કામના કલાકોની વાત કરી. પોતે મજૂર ચાલીમાં રહેતા હતા, સગાંસંબંધી મજૂરો હતાં. મજૂરોની વેદના દિવસ-રાત જોઈ હતી, આથી જ તો તેમણે પોતાની રાજકીય પાર્ટીનું નામ ‘સ્વતંત્ર મજૂર પક્ષ’ રાખ્યું હતું. આ પ્રમાણે તેઓનું રાજકીય ક્ષેત્રે શરૂઆત થયી હતી.

(હું ડો બાબા સાહેબ આંબેડકર નો અભ્યાશું લેખક નથી પરંતુ ડૉ.પી.જી. જ્યોતિકર, કિશોર મકવાણા , ડૉ. કલ્પેશ વોરા જી ના પુસ્તકો તેમજ અન્ય મહાનુભાવો નું ભાષણ, લેખો વાંચી આ લેખ લખવામાં પ્રયાસ કર્યો છે)

મુકેશ પરમાર – ભૂરાભાઇ)
ગુજરાત પ્રદેશ સહ પ્રભારી
મીડિયા વિભાગ
અનુસૂચિત જાતિ મોરચો
( B.A , P.G.D- Journalist, LL.B* )

Related posts

જામનગરમાં મ્યૂકરમાઇકોસિસ ખતરનાક સ્તરે

editor

રાજકોટ બાદ જામનગરમાં કોંગીનો આંતરિક વિખવાદ

aapnugujarat

ભાવનગર શહેરમાં ૨૧ સ્થળોએ સ્વૈચ્છિક કોરોના ટેસ્ટીંગ સેન્ટર કાર્યરત

editor

Leave a Comment

UA-96247877-1