Aapnu Gujarat
ગુજરાત

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ – વશરામ સાગઠીયા AAPમાં જોડાયા,

ગુજરાત કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ફટકો લાગ્યો છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને વશરામ સાગઠીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આપના નેતા ઇસુદાન ગઢવીએ ખેસ પહેરાવીને બન્નેનું સ્વાગત કર્યુ હતુ. ઇસુદાન ગઢવીએ કહ્યુ કે, આપની કામગીરીથી પ્રેરાઇને તે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને વશરામ સાગઠીયા આમ આદમી પાર્ટીના કાર્યાલયે પહોચ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ રાજકોટનું મોટુ નામ છે અને સૌરાષ્ટ્રમાં તેમનું પ્રભૂત્વ હતું. જોકે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂને મનાવવામાં કોંગ્રેસ નીષ્ફળ ગયુ છે.

સૌરાષ્ટ્રના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ હતા. ભાવનગર પ્રભારી પદેથી તેમણે આંતરિક ડખાને કારણે રાજીનામુ આપી દીધઉ હતુ. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂને મનાવવાના પ્રયાસ કર્યા હતા. જોકે, તેમણે વધુ સફળતા મળી નહતી.રાજ્યગુરુ રાજ્યના અમીર ધારાસભ્યોમાં આગળના ક્રમે આવતા હતા. 2012ની વિધાનસભા ચૂંટણી વખતે તેમણે કરેલી એફિડેવિટમાં રૂપિયા 122 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. 2017ની ચૂંટણીમાં તેઓએ 141 કરોડની સંપત્તિ જાહેર કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસના 2 નેતાએ આમ આદમી પાર્ટીની ઝાડુ પકડતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સાથે લઇને ચાલતા પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસનો સાથ છોડતા વધુ કેટલાક લોકો કોંગ્રેસ છોડે તેવી શક્યતા છે.

Related posts

સીટવાઈઝ લાઈવ વેબ કાસ્ટિંગ કરવા માટે પંચ દ્વારા તૈયારી

aapnugujarat

સવર્ણને વિવિધ લાભો આપવા બિન અનામત આયોગ સક્રિય

aapnugujarat

એએમટીએસનો કરોડોનો ભંગાર વેચવાની દરખાસ્ત : દરખાસ્ત મંજુર કરાયા બાદ ફાઈલ ગુમ : ગેરરીતીની શંકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1