Aapnu Gujarat
ગુજરાત

સીટવાઈઝ લાઈવ વેબ કાસ્ટિંગ કરવા માટે પંચ દ્વારા તૈયારી

રાજય વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે બે તબકકામા મતદાન પુરુ થયા બાદ હવે જયારે સોમવારના રોજ રાજયમા ૩૭ જેટલા સ્થળોએ એકસાથે મતગણતરી શરૂ કરવામા આવશે ત્યારે રાજય ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમા મતગણતરી સમયે સૌ પ્રથમવાર વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો વાઈઝ લાઈવ વેબકાસ્ટિંગ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે આ વ્યવસ્થાને કારણે મતગણતરી પ્રક્રીયા ઉપર પળેપળની નજર ગાંધીનગરમા બેઠા-બેઠા જાણી શકાશે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજય વિધાનસભાની ૧૮૨ બેઠકોની મતગણતરી ૧૮ ડિસેમ્બરને સોમવાર સવારથી એકસાથે શરૂ કરવામા આવશે આ સમયે તમામ મતગણતરી કેન્દ્રમા બેઠક મુજબ લાઈવ વેબકાસ્ટિંગ કરવા અંગે તમામ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી(કલેકટર)ને પરિપત્ર કરવામા આવ્યો છે.જેને લઈને મતગણતરી કેન્દ્રમા ખાસ કેમેરા લગાવવામા આવશે આ ઉપરાંત વેબ કાસ્ટિંગ અંગેના સાધનો પણ લગાવવામા આવશે.જેની મદદથી સોમવારે સવારથી શરૂ થનારી વિધાનસભા બેઠકોની મતગણતરી પ્રક્રીયા ઉપર પળેપળની નજર રાખી શકાશે.સામાન્ય રીતે અતિ સંવેદનશીલ કે સંવેદનશીલ બેઠકો ઉપર જ લાઈવ વેબકાસ્ટિંગ કરવામા આવતુ હોય છે.પરંતુ આ વખતે સૌ પ્રથમવાર રાજયની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકોની મતગણતરી સમયે બેઠક વાઈઝ લાઈવ વેબકાસ્ટિંગ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે આ અંગે ખાનગી કંપનીને કામગીરી સોંપવામા આવી હોઈ માત્ર મતગણતરી કેન્દ્રોમા કેમેરા અને વેબકાસ્ટિંગ માટેના જરૂરી સાધનો માટે જગ્યા ફાળવવાની રહેશે.

Related posts

कच्छ से पाक का आईएसआई एजेंट गिरफ्तार

editor

બોક્સમાંથી મોબાઈલ કાઢીને પથ્થર મૂકતો ચોર ઝડપાયો

aapnugujarat

કુંવરજી બાવળીયા અખિલ ભારતીય કોળી સમાજમાંથી સસ્પેન્ડ કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1