Aapnu Gujarat
મનોરંજન

મલ્લિકા શેરાવત પાસે ભાડુ ભરવાનાં પણ પૈસા નથી

બોલિવુડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતની પર્સનલ લાઈફમાં હમણા વાવાઝોડુ આવી ગયુ છે. પહેલા તો તેને બોલિવુડમાં કંઈ કામ નથી મળી રહ્યું અને હવે મકાન માલિકે તેને ઘરમાંથી કાઢી મૂકી છે.
મલ્લિકા શેરાવત અને તેના ફ્રેન્ચ બોયફ્રેન્ડને પેરિસના એક એપાર્ટમેન્ટમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે તેની પાસે ભાડુ ભરવાના પણ પૈસા નથી.રિપોર્ટ મુજબ મલ્લિકા અને તેના બોયફ્રેન્ડ સિરિલ ઓગ્જનફેન્સને તેના મકાન માલિકે પેરિસ સ્થિત એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢી મૂક્યા છે. બંનેએ ૮૦ હજાર યુરો અર્થાત્‌ ૬૪ લાખ રૂપિયાનું ભાડુ ભરવાનું બાકી છે. તેમના વકીલે જણાવ્યું કે મલ્લિકા અને તેના બોયફ્રેન્ડને આર્થિક ભીંસનો સામનો કરવો પડી રહ્યો છે. બંનેમાંથી એકે પાસે પૈસા નથી.નવેમ્બર ૨૦૧૬માં ચહેરો ઢાંકીને આવેલા ત્રણ બદમાશોએ મલ્લિકાને પીટી હતી. તેના પર ટીયર ગેસ છોડીને લૂંટ કરી હતી. આ ઘટના પછી મલ્લિકા પાસે પૈસા નથી બચ્યા. આથી તે એપાર્ટમેન્ટનું ભાડુ પણ ચૂકવી નથી શકતી.મલ્લિકા પેરિસના ૧૬ં એરોન્ડિસમેન્ટ વિસ્તારમાં રહે છે. આ પેરિસનો પોશ એરિયા મનાય છે અને અહીં અનેક જાણીતી ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યુ છે.જો કે મલ્લિકાએ ટ્‌વીટ કરીને કહ્યું છે કે આ વાત સાવ પાયાવિહોણી છે અને તે પેરિસમાં કોઈ એપાર્ટમેન્ટ ધરાવતી નથી. જો કે તે પેરિસમાં ભાડામાં કોઈ મકાનમાં રહે છે કે નહિ તે અંગે તેણે કોઈ સ્પષ્ટતા કરી નથી.ઉલ્લેખનીય છે કે મલ્લિકા શેરાવત છેલ્લા ઘણા વર્ષોથી મોટાભાગનો સમય પેરિસમાં જ રહે છે. તે નિયમિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળે છે. છેલ્લે તે ટાઈમ રેઈડર્સ ફિલ્મને કાનમાં પ્રમોટ કરતી જોવા મળી હતી. તે હિસ, મર્ડર અને પ્યાર કે સાઈડ ઈફેક્ટ્‌સ જેવી બોલિવુડ ફિલ્મોને કારણે જાણીતી છે.

Related posts

બોલ્ડ- સેક્સી સીન કરવામાં રાધિકાને કોઇ જ વાંધો નથી

aapnugujarat

હવે ઉમંગ કુમારની ફિલ્મમાં સંજય દત્ત કામ કરવા તૈયાર

aapnugujarat

‘વો જબ યાદ આયે, બહુત યાદ આયે’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1