Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ દીવડાઓથી ઝગમગી ઉઠશે

દીપ જ્યોતિ નમોસ્તુતે : એવા દીપ જ્યોતિના પર્વ દિપોત્સવી અને નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર દિવાળી-નૂતનવર્ષનાં દિવસે હજારો દીવડાઓની હારમાળા સાથે દીપમાળાની રોશનીથી ઝળહળી ઉઠશે. દિવાળી એટલે પ્રકાશનું પર્વ અને ઋગ્વેદ અનુસાર ‘સૂર્યાંશ સંભવો દીપ’ એટલે કે દીપ સૂર્યનો જ અંશ છે. દીપ-દીવડાઓ પરમેશ્વરની શક્તિનાં પ્રતીક અને ઈશ્વરની આરાધના-ઉપાસનાનાં સહયોગી માનવામાં આવ્યાં છે. આ દિવસોમાં સોમનાથમાં નયનરમ્ય રંગોળી અને પ્રાચીન દીવડાઓની રોશનીમાં ન્હાતા સોમનાથ મંદિરને નિહાળવું એ દિવાળીની રજાઓમાં સોમનાથ આવેલાં યાત્રીકો-પ્રવાસીઓ માટે અનેરો લ્હાવો અને દિવ્ય નજારાની અનુભૂતિ મેળવે છે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા આવેદનપત્ર અપાયું

editor

શહેરામા ભાજપનો પ્રચંડ વિજય

editor

મંત્રી બન્યા બાદ પ્રથમ વખત વાસણ આહિર સોમનાથ મહાદેવના દર્શને

aapnugujarat

Leave a Comment

UA-96247877-1