Aapnu Gujarat
Uncategorized

બોટાદ જિલ્લાના પ્રભારીમંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

પ્રભારીમંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્‍થાને આજે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત ૨૦૨૨-૨૩નાં વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રકમ રૂ.૭૧૫.૪૮ લાખના ૨૨૨ વિકાસના કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યું હતું.પ્રભારીમંત્રી શ્રી વિનોદભાઈ મોરડિયાએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી-પદાધિકારી ઓને આયોજન મંડળમાં રજુ થતાં લોક સુખાકારીના કામો પૈકી પીવાના પાણી, રસ્તા, ગટર, પ્રાથમિક શિક્ષણ, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય જેવી સુવિધાઓને લગતા અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપી મંજુર કરવા અનુરોધ કર્યો હતો.આ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક અગત્યતા ધરાવતાં કામો જેવા કે, પેવર બ્લોક, સી.સી. રોડના કામો, કોઝ-વેના કામો, નાળાના કામો, ગટરનાં કામો, પીવાનાં પાણીની પાઈપલાઈનનાં કામો, પુર સંરક્ષણ દિવાલ, સ્મશાન/કબ્રસ્તાનનાં કામો, પ્રાથમિક શાળામાં ખુંટતી સુવિધાના કામો, આંગણવાડીમાં ખૂંટતી સુવિધાના કામો, ગ્રામ્ય વિસ્તારમાં સ્ટ્રીટલાઇટના કામો, નગરપાલિકા વિસ્તારમાં ઘન કચરા નિકાલ માટે મીની ટ્રેકટર, પાણીના ટેન્કર વગેરે કામો મંજુર કરવામાં આવેલ. ભૌગોલિક ખાસ પછાત વિસ્તાર યોજના અંતર્ગત ખારાપાટ વિસ્તારમાં સહાય દરે જીપ્સમ વિતરણની યોજના માટે બરવાળા તાલુકાનાં નિયત કરેલ વિસ્તારો માટે રૂ.૯.૦૦ લાખનાં કામો મંજૂર કરવામાં આવ્યા

.બોટાદ જિલ્લામાં જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિલેજ પ્રોફાઇલ પોર્ટલ આધારીત ગેપ એનાલીસીસનું પ્રેઝેન્ટેશન રજુ કરવામાં આવ્યું હોય તેવું ગુજરાત રાજયના ઇતિહાસમાં સૌપ્રથમ વાર બનેલ છે. વિલેજ પ્રોફાઇલ પોર્ટલ આધારીત ગેપ એનાલિસીસ મુજબ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગતની વિવિધ યોજના હેઠળ વર્ષ:૨૦૨૨-૨૩માં મંજુર કરેલ અંદાજીત રકમ રૂ.૭૧૫.૪૮ લાખના ૨૨૨ વિકાસના કામો પૈકી ગેપ એનાલિસીસ મુજબ આંગણવાડીના મકાન, કમ્પાઉન્ડ વોલ, પ્રાથમિકશાળા કમ્પાઉન્ડ વોલ, શૌચાલયના અંદાજીત રકમ રૂ.૪૩૭.૫૨ લાખના ૧૮૬ વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા. બોટાદ જિલ્લા કલેકટર બિજલ શાહએ સ્થાનિક કક્ષાએ પ્રાથમિક્તા ધરાવતા લોક સુવિધાના કામો ઝડપથી પૂર્ણ કરવા તથા આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્‍લાન એસ્‍ટીમેટ આગામી ૧(એક) માસ સુધીમાં રજૂ કરી, આ મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ કે. જોષીએ વર્ષ:૨૦૨૨-૨૩ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓનું આયોજન જિલ્લા આયોજન મંડળમાં રજૂ કર્યું હતુ. આયોજન મંડળની આ બેઠકમા ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રમુખ જિલા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા પ્રમુખઓ, સામજિક ન્યાય સમિતિના ચેરમેન અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Related posts

સરકારે પેશન માં કર્યો વધારો જાણો કેટલા આવશે તમારા ખાતા માં

aapnugujarat

ઉનાળાના પ્રારંભે જરૂરીયાત મંદ ૨૫૦ બહેનોને ચંપલ વિતરણ

editor

અનડીટેકટ ડબલ મર્ડર વિથ લુંટના ગુનાના આરોપી તથા ઓરીજનલ મુદામાલ શોધી કાઢી ગુનો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1