Aapnu Gujarat
Uncategorized

ડભોઇ બોડેલી રોડ ઉપર છેલ્લા ઘણા સમય થી રોડની બંને સાઈડ રેતીના થર,વાહન ચાલકોને ભારે હાલાકી

ડભોઇ થી બોડેલી રોડ ઉપર સંખ્યા બંધ રેતીની ટ્રકો પૂર ઝડપે અવર જવર કરતી હોય છે જેને પગલે ઓવર લોડ ભરેલી રેતીની ટ્રકોમાંથી રેતી રોડ ઉપર પડતી હોય છે જેને કારણે ડભોઇ બોડેલી રોડ ઉપર બંને સાઈડ રોડ ઉપર રેતીનાથર બાજતા હોય આ રોડ ઉપર થી પસાર થતાં વાહન ચાલકો ખાસ કરીને બાઇક સવારો રેતીને પગલે સ્લીપ થવાની ઘટના બનતી હોય છે તંત્ર વહેલી તકે રોડ ઉપર થી રેતી સાફ કરાવે અને રેતી ટ્રકો ઉપર નિયંત્રણ લાવવામાં સક્ષમ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

વધુ મળતી માહિતી અનુસાર ડભોઇ તાલુકા તેમજ છોટાઉદેપુર અને સંખેડા તાલુકામાં મોટા પાયે રતી ખનન ચાલતું આવ્યું છે ત્યારે રેતીની ટ્રકો ઉપર કાર્પેટ બાંધી રેતી વહન કરવાની સૂચનાને રેતી ભરી જતાં ટ્રક ચાલકો નજર અંદાજ કરે છે.જેને પગલે ડભોઇ બોડેલી રોડ ઉપર છેલ્લા ઘણા સમય થી રોડની બંને સાઈડ રેતીના થર બાજી જતાં રોડ ઉપર થી પસાર થતા બાઇક ચાલકોને બાઇક સ્લીપ થઈ જવાનો ભય રહે છે તો બીજી તરફ પૂર ઝડપે ચાલતા રેતી લઈ જતા ટ્રક ચાલકોને માલૂમ નથી હોતુ કે તેમની રેતી રોડ ઉપર પડી રહી છે જેને પગલે રોડની બને સાઈડ રેતી હોવાથી બાઇક સવારો સ્લીપ થતા હોય છે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે રેતીના થર સાફ કરવામાં આવે તેમજ રેતી લઈ અવર જવર કરતા ટ્રક ચાલકોની ટ્રક માથી રેતી નીચે ના પડે તેવું તંત્ર તેમજ ટ્રક ચાલકો દ્વારા ધ્યાન રાખવામા આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Related posts

રાજકોટ રકતરંજિત : પિતાએ પુત્રીની કરી હત્યા

editor

જામકંડોરણામાં સી.સી.ટી.વી. કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું જયેશ રાદડિયાના હસ્તે લોકાર્પણ

editor

માધવપુર મેળો : શ્રદ્ધાળુઓ ઉમટ્યા : આજે છેલ્લો દિન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1