22 C
Ahmedabad
March 29, 2020
Uncategorized

અનડીટેકટ ડબલ મર્ડર વિથ લુંટના ગુનાના આરોપી તથા ઓરીજનલ મુદામાલ શોધી કાઢી ગુનો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ

Font Size

વેરાવળ તાલુકાના રામપરા ગામ જોજવાના પા સીમ વાડિ વિસ્તારમાં રહેતા રામભાઈ સીદાભાઇ ભાદરકા તથા તેના પત્નીની ઘાતકી અને ક્રૂર રીતે હત્યા કરેલી હાલતમાં લાશ પોતાની વાડીએ આવેલ મકાનેથી મળી આવેલ જે બાબતે ડબલ મર્ડરનો ગુનો પ્રભાસ પાટણ પો . સ્ટે ખાતે રજીસ્ટર કરવામાં આવેલ .
આ બનેલ બનાવ સીમ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા અને વયોવૃધ્ધ દંપતિ ઉપર થયેલ જીવલેણ હુમલા અને હત્યાથી સમગ્ર પ્રાંતમાં ભય અને દહેશતનો માહોલ ફેલાયેલ હોય અને જનઆક્રોશને ધ્યાનમાં રાખી જુનાગઢ રેન્જ પોલીસ વડાશ્રી મનિન્દરસિંહ પ્રતાપસિંહ પવાર સાહેબ તથા જીલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તથા એ , એસ , પી . શ્રી અમિત વસાવાનાઓએ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આ ચકચારી ડબલ મર્ડરનો ભેદ વહેલી તકે ઉકેલવા તપાસ ક્રાઇમ બ્રાન્ચ , ગીર સોમનાથને સોપતા ,
કાઇમ બ્રાન્ચ ગીર સોમનાથના I / C પોલીસ ઇન્સ્પેકટર કે . જે . ચૌહાણ નાઓએ આ ગુનાની તપાસ સંભાળી લીધેલ અને જીલ્લાના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એક સ્પેશયલ ટીમ બનાવી આ ગુનો શોધવા માટે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં આ ડબલ મર્ડરનો ગુનો લાશ મળી આવ્યાના એક દિવસ પહેલા ખુન થયેલનું જીણવટ ભરી તપાસના અંતે જણાય આવેલ જેથી આ બનાવ બાબતે ગામના તથા આજુબાજુના ગામના લોકો તથા બાતમીદારની સઘન પુછપરછ તથા આ બનાવ લગત આસપાસના સી . સી . ટી . વી . ફુટેજો એકઠા કરવામાં આવેલ , ટેકનિકલ સેલના માધ્યમથી જરૂરી પ્રયત્નો હાથ ધરેલ તથા આવા બનાવો બીજા જીલ્લામાં બનેલ હોય કે કોઇ અન્ય રાજયો જીલ્લાની ગેગ આ બનાવોને અંજામ આપવામાં સક્રીય હોય તો તે દિશામાં પણ તપાસ કરવામાં આવેલ હતી અને આ બનાવના દસેક દિવસની તપાસના અંતે લોકલ બાતમીદારોથી તેમજ ટેકનિકલ સર્વેલન્સથી જાણવા મળેલ કે , આ કુર હત્યા પરિવારના કોઇ સભ્ય દ્વારા જ કરવામાં આવેલ છે જે દિશામાં સઘન તપાસ હાથ ધરતા મરણ જનારના મોટો દીકરો દેવશીભાઇ રામભાઇ નો પુત્ર રોહિત દેવશીભાઇ શંકાના દાયરામાં આવતા તેની સધન તથા જીણવટભરી પુછપરછ કરતા ભાંગી પડેલ અને સમગ્ર ઘટનાની હકીકત જણાવેલ અને આ હત્યા પોતે કરેલનું જણાવેલ અને આ હત્યા કરવાનું કારણ પુછતા પોતે આર્થિક ભીંસના કારણે દાગીના લુંટી લેવા સારૂ આ હત્યા કરેલનું જણાવેલ જે ડબલ મર્ડરનો ગુનો લુંટ વિથ મર્ડરમાં પરીણમેલ અને આ લુંટમાં ગયેલ સોનાના દાગીના તથા બ્લડવાળા કપડા સહિતનો ઓરીજનલ મુદામાલ તપાસના કામે આરોપીના ઘરેથી કબ્જે કરવામાં આવેલ

આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળ કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓની ટીમ : – –
( ૧ ) કે . જે . ચૌહાણ , I/C પોલીસ ઇન્સ . ક્રાઇમ બ્રાન્ચ , ગીર સોમનાથ
( ર ) આર . કે . ગોહિલ , પોલીસ સબ ઇન્સ , ક્રાઇમ બ્રાન્ચ , જુનાગઢ ( ટેકનિકલ સર્પોર્ટ )
( 3 ) મેસુરભાઇ વરૂ , મેરામણભાઇ શામળા , લતાબેન પરમાર , પરબતભાઇ સોલંકી , એ . એસ . આઇ . ક્રાઈમ બ્રાન્ચ , સોમનાથ
( ૪ ) અજીતસિંહ પરમાર , ભાવસિહભાઇ સીસોદિયા , શૈલેષભાઇ ડોડીયા , પ્રફુલભાઇ વાઢેર , રાજુભાઇ ગઢીયા , જગતસિંહ પરમાર , પો . હેડ કોન્સ , ક્રાઇમ બ્રાન્ચ , ગીર સોમનાથ
( ૫ ) નરેન્દ્રભાઇ પટાટ , ઉદયસિહ સોલંકી , વિરાભાઇ ચાંડેરા , રાજુભાઇ પરમાર , દેવીબેન રામ , કરણસિંહ ચૌહાણ , પો . કોન્સ . , ક્રાઇમ બ્રાન્ચ , ગીર સોમનાથ
( ૬ ) રામદેવસિંહ જાડેજા , ભુપેન્દ્રસિંહ ચાવડા , પો . હેડ કોન્સ . , ટેકનિકલ સર્વેલન્સ ટીમ ( ૭ ) નરવણસિંહ ગોહિલ , લખમણભાઈ મેતા , ગોવિંદભાઈ વંશ , હેડ કોન્સ . , એસ . ઓ . જી . , ગીર સોમનાથ
( ૮ ) કુલદિપસિહ , તથા ભાવેશ મોરી , પો . કોન્સ . પ્રભાસ પાટણ પો . સ્ટે .

રીપોર્ટ : મહેન્દ્ર ટાંક, સોમનાથ.

Related posts

राफेल डिल : मोदी सरकार ने १२,६०० करोड़ बचाए : युपीए के आरोप का सरकार ने जवाब दिया

aapnugujarat

કાંકરેજ તાલુકામાં તાણા-થરા થી ઢટોસણ હનુમાન મંદિર સુધી બીજેપી કાર્યકરોએ પદયાત્રાનું આયોજન કર્યું

aapnugujarat

કોડીનારના ડોળાસા ગામમાં પશુઓમાં હડકવાથી ભયનો માહોલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1