Aapnu Gujarat
Uncategorized

પાવીજેતપુર નજીક ઓરસંગ નદીમાં રેતી ભરવા આવેલી ટ્રકને ચાલક દ્વારા રિવર્સ કરતા કંડકટર ટ્રક નીચે દબાઈ જતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત.

છોટાઉદેપુર જીલ્લાનાં પાવીજેતપુર તાલુકા નજીક આવેલી ઓરસંગ નદીમાં સુરત થી રેતી ભરવા આવેલા એક ટ્રક ચાલક દ્વારા રિવર્સ કરવા જતાં પોતાની જ ટ્રકનાં કંડકટર નીચે દબાઈ જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું આ ઘટનાની ટ્રક ચાલકોને જાણ થતાની સાથે જ રેતી ભરવા આવેલા ટ્રકો વાળા ખાલી ટ્રકો લઈને ફરાર થઈ ગયા હતા.મરણ જનાર વ્યક્તિ મોહંમદ કૈફ મુસ્તુફા અંન્સારી રહે.પહાડી તા.હનુમનાજીલ્લો. રીવા (એમ.પી) ને માથાનાં ભાગે ઉપર ચડી જતા ઘટનાસ્થળ પર જ મોત નિપજયુ હતું બાદમાં પાવી જેતપુર પોલીસ સ્ટેશનને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી હતી અને આ ઘટનાની જાણ થતાં ઓરસંગ નદીમાંથી આવેલા રેતી લીઝ ધારકોએ તેઓની લીઝ પર રેતી ભરવા માટે આવેલા ટ્રકો, ડમ્પરો,હાઈવા જેવા વાહનો ખાલી લઈને જતા રહેતા હોવાનાં કારણે લીઝ ધારકો એ જાતે જ મરણ જનાર વ્યક્તિ ને ઊંચકીને છકડામાં ચડાવી તાત્કાલિક રસ્તો ખુલ્લો કરી પોતાની લીઝોમાં રેતી ભરવાનું ચાલુ કરી દીધું હતું.
આમ ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી પાવીજેતપુર પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ રસ્તા ઉપર વારંવાર અકસ્માતનાં બનાવ બનેલ છે.જેમાં આમ જનતાનો ભોગ લીધો છે ત્યારે રેતી લીઝ ધારકો અને ડ્રાઇવરો પણ પોતાના રુપિયા કમાવવાનાં સ્વાર્થમાં રસ્તાઓ ઉપર રાતદિવસ ઓવરલોડ તેમજ પૂર ઝડપે રેતી ભરેલી ટ્રકો પસાર થતી હોય છે. જેના કારણે ભૂતકાળમાં વારંવાર નાનાં મોટા અકસ્માતોની બનેલી ઘટનાઓમાં વનકુટીર થી રતનપુર રસ્તા ઉપર રેતી ભરેલા ટ્રકો,ડમ્ફરો,હાઈવાઓ નાં ચાલકો દ્વારા અકસ્માતોના બનાવોમાં આમ જનતાને જીવ ગુમાવવાનો વારો આવે છે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

વિસાવદર બેઠકના ભાજપના ઉમેદવારે પોલીસને આપી ધમકી

aapnugujarat

ગીર સોમનાથમાં ત્રણ સુગર મિલ બંધ થતાં ખેડૂતો પાયમાલ

aapnugujarat

जूनागढ़ में हार्दिक पटेल को नो एंट्री

editor

Leave a Comment

UA-96247877-1