Aapnu Gujarat
ગુજરાત

શિવરાજપુર ખાતે વન્યપ્રાણી સપ્તાહ નિમિત્તે બાઇક રેલીનું આયોજન

પંચમહાલ જીલ્લામાં વન્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શિવરાજપુર વનવિભાગ રેન્જ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વન્ય પ્રાણીઓની સલામતી અને સુરક્ષા અંગે સમાજમાં જાગૃતિના હેતુસરથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઈક રેલીનું પ્રસ્થાન શિવરાજપુર ફોરેસ્ટ રેંજના છત્રસિંહ દ્વારા લીલીઝંડી આપીને કરવામાં આવ્યું હતું. બાઈક રેલી શિવરાજપુર ગામમાં થઇને તલાવડી, ધારીયા, ભાટ ઇકોટુરિઝમ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હુતં. રેલીની સાથે સાથે વિવિધ વન્ય પ્રાણીઓના ટેબ્લો તથા વન્ય કર્મીઓના હાથમાં પ્રાણીમાત્ર પ્રેમને પાત્ર જેવા લખાણવાળા બેનરોએ ખાસ લોકોમાં આર્કષણ જમાવ્યું હતું. શિવરાજપુર વન્ય પ્રાણી રેન્જના આરએફઓ એફ.એ.ખત્રી, વન્ય પ્રાણી રેન્જ શિવરાજપુર, સંશોધન રેન્જ શિવરાજપુર અને હાલોલ નોર્મલ રેન્જના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમમાં કોવિડ-૧૯ની ગાઇડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો સૂત્રધાર કુરૈશી આખરે ઝડપાયો

aapnugujarat

अहमदाबाद जिले में पिछले २ वर्ष में ४.४१ लाख दस्तावेजों का रजिस्ट्रेशन

aapnugujarat

રૂપાણીની ખુરશી મેં બચાવી : હાર્દિક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1