Aapnu Gujarat
ગુજરાત

રૂપાણીની ખુરશી મેં બચાવી : હાર્દિક

પાટીદાર સમાજને અનામત આપવાની, ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવાની માંગણી સાથે અને વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના સફળ આયોજનના ભાગરૂપે આજે જસદણના મોટા દડવાથી વિજય સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વિજયભાઇએ મારો આભાર માનવો જોઇએ કે મારા કહેવાથી તેને સાચવી રાખ્યા છે
હાર્દિકે વિજય રૂપાણીને લઇને કહ્યું હતું કે, ક્યારેક બંધ બારણે વિજયભાઇને પૂછજો તો કહેશે કે હાર્દિકના કહેવાથી હું રહી ગયો છું. એપીએમસીમાં રોજ ૭૦ હજાર બોરી જ મગફળી લેવામાં આવે છે આથી ખેડૂતો જાય ક્યાં. સિંચાઇનું પાણી સરકારે બંધ કર્યું છે તેમાં ખેડૂતોને પાણી ન આપવું તેનો મતલબ એવો થાય છે કે પાણી રિલાયન્સ, અદાણીને આપવામાં આવી રહ્યું છે.
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને શું તકલીફો થાય છે તે તમે લોકો જાણો છો. ખેડૂતને એક બોરી મગફળી કેમ થાય તેની ખબર હોય ત્યારે મગફળીના આખા ગોડાઉન સળગી જાય છે. ખેડૂતોનું દેવું માફ થાય તે માટે અમે ૨૫ ઓગસ્ટે અમદાવાદમાં અમે આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા છીએ.

Related posts

લીંબડી ખાતે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાનો સન્માન સમારોહ યોજાયો

editor

કડીમાં બે યુવતીઓ ઉપર દુષ્કર્મની આશંકા

aapnugujarat

પાંચ વર્ષના વિઝન ડોકયુમેન્ટમાં દેશમાં નવસારી જિલ્લાને બેસ્ટ બનાવવા પ્રયત્નો હાથ ધરાશે સાક્ષરતા દરને ૧૦૦ ટકાએ લઇ જવા તંત્ર  પ્રયાસ કરશે : કલેકટર રવિ કુમાર અરોરા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1