Aapnu Gujarat
ગુજરાત

કડીમાં બે યુવતીઓ ઉપર દુષ્કર્મની આશંકા

કડી શહેરમાં ગુનાખોરો અને ગુનાખોરીનું એપી સેન્ટર બનેલી નર્મદા કેનાલ ઉપર દિવાળીના તહેવારોમાં સળંગ બે દિવસ બે યુવતીઓ ઉપર છેડતી કે બળાત્કાર જેવી ઘટના બનતા પોલીસ ચોંકી ગઈ હતી અને તાત્કાલિક જિલ્લા પોલીસ વડાને જાણ કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દીધા છે.સોમવારે સ્થાનિક યુવક અને યુવતી ગાડીમાં થોળ રોડ થઈ કુંડાળ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ત્રણ શખ્સોએ સાંજના સુમારે ગાડી ઉભી રખાવી ધાકધમકી આપી રોડની અંદરની સાઈડ નિર્જન જગ્યામાં લઈ જઈ યુવતી ઉપર ત્રણેય આરોપીઓએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ફરિયાદ થતાં પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને તપાસમાં લાગી ગઈ હતી. પોલીસ હજુ આ કેસની તપાસ કરી રહી હતી ત્યાં જ અચરાસણ ગામની સીમમાં નર્મદા કેનાલની નજીકના ખેતરમાં ખેતમજૂર તરીકે રહેતાં દંપતી ઓરડીમાં સુઈ રહ્યું હતું ત્યારે વહેલી સવારે ત્રણ ઈસમોએ દંપતીને ધાકધમકી આપી દંપતીને દોરડાથી બાંધી ઓરડીના પાછળના ભાગે લઈ જઈ ઈસમોએ વારાફરતી મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે.વડાપ્રધાનના બેટી બચાવો બેટી પઢાઓ અને સ્ત્રી સશક્તિકરણ જેવા ઉદેશયોનું નિર્ભયી રીતે ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે જેથી પોલીસ ગુનેગારોને પકડવા આકાશ પાતાળ એક કરતી જોવા મળી રહી છે. કડી ખાતે અમદાવાદ, મહેસાણા તથા ગાંધીનગર જિલ્લાની પોલીસ તથા એલ.સી.બી. એસ.ઓ.જી.જેવી એજન્સીઓના ઘાડે ઘાડા જોવા મળી રહ્યા છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા મનિષસિંહના વડપણ હેઠળ નાયબ પોલીસ વડા મંજીતા વણઝારાની દેખરેખમાં સીટની રચના કરવામાં આવી હોવાની માહિતી મળી હતી.

(હેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

૧૩ મીએ રાજપીપલા ખાતે વન અને આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે

aapnugujarat

ઓઢવમાં રોડ પર હીટ એન્ડ રનમાં ઘવાયેલા વૃદ્ધનું મોત

aapnugujarat

હિંમતનગરની માં ગાયનેક હોસ્પિટલ વિરુદ્ધ સ્થાનિક લોકોએ કલેકટરને આવેદનપત્ર સોંપ્યુ

editor

Leave a Comment

UA-96247877-1