Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરની માં ગાયનેક હોસ્પિટલ વિરુદ્ધ સ્થાનિક લોકોએ કલેકટરને આવેદનપત્ર સોંપ્યુ

હિંમતનગર બસ સ્ટેશનની સામે આવેલ માં ગાયનેક હોસ્પિટલ તથા હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી ને સંબોધી સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોનું માનવું છે કે માં ગાયનેક હોસ્પિટલના પાછળના ભાગમાં રહેણાક વિસ્તાર આવેલ છે હોસ્પિટલ દ્વારા બાયોમેડિકલ વેસ્ટ તેમજ પ્રસૂતિ દરમિયાન થયેલ ઓપરેશનમાં વહેતું લોહી હોસ્પિટલની ગટર લાઈન લીકેજ થવાના કારણે રહેણાક વિસ્તારમાં લોહી વહેતુ જોવા મળે છે જેને લઇ સ્થાનિક લોકો દ્વારા માં ગાયનેક હોસ્પિટલના ડૉક્ટર વિશાંગ પટેલને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિક લોકો દ્વારા આજરોજ સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગણી કરવામાં આવી હતી.
સ્થાનિક લોકો આ હોસ્પિટલની બેદરકારીના કારણે રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ રહેશે. સ્થાનિક લોકોને આ જગ્યા પરથી પસાર થવું પણ ભયજનક બની રહ્યું છે. તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ આવે પણ હોસ્પિટલના ડોક્ટર વિશાંગ પટેલના માતા હિંમતનગર નગરપાલિકા ઉપ-પ્રમુખ છે જેથી ડોક્ટર દ્વારા સ્થાનિક લોકોને રાજકીય ધમકી આપવામાં આવી રહી છે જેના કારણે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી થાય તે હેતુસર સ્થાનિક લોકો દ્વારા આજરોજ સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હવે જોવું રહ્યું કે રાજકીય વગ ધરાવતા માં ગાયનેક હોસ્પિટલના ડોક્ટર વિશાંગ પટેલ વિરુદ્ધ તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

Two Gram Panchayats of Mundra taluka of Kutch will be given the status of a joint municipality

editor

લગ્નમાં ૫૦ લોકોની પણ જરૂર નથી, ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકો : હાઇકોર્ટ

editor

15થી વધુ અજાણ્યા ઇસમો જબરદસ્તી સેનેટાઈઝીંગના બહાને ઘરોમાં ઘૂસ્યાં નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારના લોકોમાં ધોળા દિવસે ભયનો માહોલ પાલિકાએ કોઇ સ્ટાફ મોકલ્યો ન હોવાની જાણ થતાં સ્થાનિકોની પોલીસને રજૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1