Aapnu Gujarat
Uncategorized

વઢવાણ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં લીંબડી વઢવાણ રોડ પર આવેલ વિસ્તારમાં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે. હાલ કોરોના વાયરસનો કાળો કહેર વર્તાય રહ્યો છે ત્યારે વઢવાણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે, ઠેરઠેર ઉકરડાના ઢગલા તેમજ ગટરનું ઉભરાય રહેલ પાણી, તેમજ કચરાના ઢગલા વચ્ચે વઢવાણવાસીઓ રહેવા મજબૂર બન્યા છે તેમજ રાહદારીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. દુર્ગંધયુક્ત કચરાથી સ્થાનિક લોકોમાં રોગચાળાની દહેશત જોવા મળી રહી છે. રોગચાળો વકરે એ પહેલા સત્તાધીશો જાગે અને ગંદકી અને દુર્ગંધયુક્ત પાણીનો યોગ્ય નિકાલ કરે તેમજ લોકોના આરોગ્યની સાથે ચેડા કરવાનું બંધ કરે એવું લોકો ઇચ્છી રહ્યા છે. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના કહેર વચ્ચે સફાઈને ખૂબ જ મહત્વ આપવામાં આવતું હોય ત્યારે વઢવાણમાં પ્રવેશતા જ કચરાનું સામ્રાજ્ય જોવા મળે છે. આ મુખ્ય રસ્તા ઉપરથી મંત્રીઓ, ધારાસભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓ અવારનવાર પ્રવેશ કરતા હોય પરંતુ ઢઞલાઓ તેમજ દુર્ગંધયુક્ત પાણી નજર અંદાજ કરી રહ્યા છે તો લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે તે પહેલા આ ગંદકી દૂર કરવામાં આવે તેઓ લોકો ઇચ્છી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

aapnugujarat

મુખ્યમંત્રી સહાય યોજના અને પાક વીમા મુદ્દે આંદોલન ધ્રોલ મામલતદારને આવેદનપત્ર સોંપાયું

editor

મહેસાણા જિલ્લામાં ચુંટણીના ધમધમાટ વચ્ચે ચૂંટણી કાર્યાલયના ઓપનિંગથી કર્યા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

editor

Leave a Comment

UA-96247877-1