Aapnu Gujarat
મનોરંજન

ભારતીય દલિત સાહિત્ય અકાદમી, ગુજરાત દ્વારા કોરોના મહામારીના સમયે ત્રણ કવિ સંમેલનનું રાષ્ટ્રીય સ્તરે આયોજન

ભારતીય દલિત સાહિત્ય અકાદમી, ગુજરાતના સન્માનનીય અધ્યક્ષ શ્રી જશવંતસિંહ જાડેજા સાહેબના માર્દર્શન આયોજનને અધ્યક્ષ સ્થાનેથી કોરોના મહામારીના સમયે ત્રણ ઓનલાઈન કવિ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું (૧) તા. ૧૫-૦૫-૨૦૨૦ના રોજ સ્વૈચ્છિક કવિતા કવિ – સંમેલનમાં ૭૩ જેટા સારસ્વતોએ બાગ લીધો હતો. કોરોના મહામારીના સમયે નવોદિત કવિઓને તેમની કલમને પ્રોત્સાહિત કરવાનો, ઉજાગર કરવાનો અને મૂર્ધન્ય સાહિત્યકારોને માણવાનો અભિગમ સફળ થતાં (૨) તા. ૩૧-૦૫-૨૦૨૦ના રોજ શીધ્ર કવિતા સ્પરધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ ૭૩ કવિઓએ ભાગ લીધો હતો. કોરોના મહામારીના સમયે ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ના સૂત્ર હેઠળ થ.યેલા બંન્ને કવિ સંમેલનને અપાર લોકચાહના મળતાં ત્રીજા સંમેલનની માંગ થઈ એન તા.૧૨-૦૭-૨૦૨૦ના રોજ ‘સોનેટ’ રચના પર સંમેલન યોજવામાં આવ્યું જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ એવા ભારતભરના સારસ્વતોએ જોડાઈ ભાગ લીધો હતો. જોધલપીર વંશી સંતશ્રી લાલદાસબાપુ, કેસરડી ગુરૂગાદીથી આર્શીવચન પાઠવ્યા હતાં અને નામાંકિત મહાનુભાવોએ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી.
તા.૧૨-૦૭-૨૦૨૦ સોનેટ સંમેલનના ઉદ્‌ઘાટક ડૉ. મંજુલાબેન પરમાર હતાં. શ્રીમતી ભાનુબેન કોસરે – છત્તીસગઢ, શ્રી રામનારાયણ સાહુરાજ, ડૉ. વર્ષાબેન પ્રજાપતિ – અમદાવાદ, ડૉ. રાજેશ પી. વણકર – ગોધરા, શ્રી મહેન્દ્રભાઈ મકવાણા સાહેબ જેવા મૂર્ધન્ય સાહિત્યકારોએ ઓનલાઈન ઉપસ્થિત રહી શુભેચ્છા પાઝઠવી અનન્ય સહકાર આપ્યો હતો.
ભારતીય દલિત સાહિત્ય અકાદમીના હોદ્દેદારો શ્રી સૌકતહુસૈન મિર્ઝા – સુરત, શ્રી નરેશભાઈ કે. રાઠોડ – અમદાવાદ, શ્રી ધીરજકુમાર રોહિત – કલોલ, શ્રી નરેશભાઈ ચાવડા – દાહોદ, શ્રી નટવરલાલ સી. પરમાર – ભરૂચ તથા અકાદમીના તમામ હોદ્દેદારો, ત્રણેય કાર્યક્રમના ઉદ્‌ઘાટકશ્રી, માનવંતા મહેમાનો, ભાગ લેનાર તમામ કવિગણ અને કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર સન્માનનીય શ્રી આઈ. શ્રી. ડાભી સાહેબ, સંયોજક શ્રી – (બનાસકાંઠા)નો દિલથી આભાર વ્યક્ત કરે છે.
શ્રી દેવેન વર્મા સાહેબશ્રી ‘આપણું ગુજરાત’ ચેનલ જેઓએ ‘શીર્ષ કવિતા’ સ્પર્ધાના ઉદ્‌ઘાટક મહાનુભાવ તરીકે હાજરી આપી કાર્યક્રમને તેમની ચેનલ પર પ્રસારિત કરવા બદલ તેમના પણ ખુભ આભારી છીએ.

Related posts

રાશિ ખન્ના ફાસ્ટ બોલર બુમરાહ સાથે લગ્ન કરવા માંગે છે…!!

aapnugujarat

सुशांत और भूमि पेडनेकर भी अब साथ-साथ दिखेगे

aapnugujarat

‘પદ્માવતી’ વિવાદઃ હોલિવુડ એક્ટ્રેસ રૂબી રોઝ પદ્માવતીના સમર્થનમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1