Aapnu Gujarat
મનોરંજન

‘પદ્માવતી’ વિવાદઃ હોલિવુડ એક્ટ્રેસ રૂબી રોઝ પદ્માવતીના સમર્થનમાં

હોલિવુડ મોડલ અને એક્ટ્રેસ રૂબી રોઝે દીપિકા પાદુકોણના વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ ‘પદ્માવતી’નું સમર્થન કર્યું છે. સંજય લીલા ભણસાલીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવનારી દીપિકાને રાજપૂત કરણી સેના તરફથી ધમકીઓ મળી રહી છે.રૂબી રોજે ટ્‌વીટ કરીને કહ્યું કે, ‘હું આ વાંચીને એકદમ સ્તબ્ધ છું, કે મારી દોસ્ત કેવી કઠણ પરીસ્થિતિઓમાંથી પસાર થઈ રહી છે. પરંતુ હું તેમના સાહસ અને હિંમત જોઈને હેરાન છું.’ હોલિવુડ એક્ટ્રેસે કહ્યું, દીપિકા, હું જેટલી મહિલાઓને જાણું છે તેમાંથી તું સૌથી મજબૂત મહિલાઓમાંની એક છે.રોજ દીપિકા સાથે હોલિવુડ ફિલ્મ ‘ટ્‌્રીપલ એકસઃ રિટર્ન ઓફ જેન્ડર કેજ’માં કામ કરી ચુકી છે. ઉલ્લેખનીય છે કે દીપિકાને મળેલી ધમકીઓ બાદ મુંબઈ પોલીસે દીપિકાની સુરક્ષા ચુસ્ત કરી દીધી છે. જણાવી દઈએ કે રાજપૂત સંગઠનોએ દીપિકાને નાક કાપવા સુધીની ધમકીઓ આપી હતી.

Related posts

सुशांत की बहन मीतू के खिलाफ रिया चक्रवर्ती का केस बॉम्बे हाईकोर्ट ने रद्द किया

editor

પરિણિતી તેમજ સુશાંતની ફિલ્મને લઇ હજુ સસ્પેન્સ

aapnugujarat

સલમાનના જન્મદિને ચાહકોએ આપેલ શુભેચ્છા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1