Aapnu Gujarat
મનોરંજન

સલમાનના જન્મદિને ચાહકોએ આપેલ શુભેચ્છા

બોલિવૂડના સુપર સ્ટાર અભિનેતા સલમાન ખાનના જન્મ દિવસે ચાહકોએ આજે શુભેચ્છા પાઠવી છે. બોલિવૂડમાં હાલના સૌથી મોટા સ્ટાર તરીકે તેને ગણવામાં આવે છે. તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર છેલ્લા ઘણા સમયથી ધૂમ મચાવી રહી છે. સોસીયલ નેટવર્કિંગ સાઈટ ઉપર પણ સલમાનને શુભેચ્છા આપનાર ચાહકોની સંખ્યા ખૂબ મોટી રહી છે. સવારથી જ સલમાન ઉપર શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયોહતો.સ્ટાર સલમાન ખાનની મોટાભાગની જે ફિલ્મો હાલમાં બોક્સ ઓફિસ ઉપર સફળ રહી છે તેમાં રેસ-૩, સુલ્તાન ફિલ્મનો સમાવેશ થાય છે. તે પહેલા પ્રેમ રતન ધન પાયો અને બજરંગી ભાઈજાન પણ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. સલમાન કોમર્શિયલ રીતે સુપર સ્ટાર તરીકે રહ્યો છે. સલમાને તેના સ્પર્ધક શાહરૂખ અને આમીરને ખુબ પાછળ છોડી દીધા છે. તે હાઇએસ્ટ કમાણી કરનાર સેલિબ્રિટીમાં પ્રથમ સ્થાને રહ્યો છે. સલમાને પાનવેલ ફાર્મહાઉસ ખાતે ભત્રીજા અહિલ સાથે ૫૩માં જન્મ દિવસની ઉજવણી કરી હતી.દબંગ, દબંગ-૨, રેડ્ડી, એક થા ટાઈગર અને કિક બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ સફળતા મેળવી ચુકી છે. ૨૭મી સપ્ટેમ્બર ૧૯૬૫ના દિવસે જન્મેલો સલમાન જાણીતા પટકથાકાર સલીમ ખાનનો પુત્ર છે. સલમાને પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત બીબી હો તો ઐસી મારફતે કરી હતી પરંતુ તેની મુખ્ય અભિનેતાવાળી પ્રથમ ફિલ્મ મેને પ્યાર કિયા રહી હતી જેમાં તેને ફિલ્મ ફેર એવોર્ડ બેસ્ટ ડેબ્યુનો જીતી ગયો હતો. ત્યારબાદ તેની તમામ ફિલ્મો સુપર હિત સાબિત થઈ છે જેમાં ૧૯૯૧માં રજૂ થયેલી સાજન, ૧૯૯૪ની હમ આપ કે હૈ કોન, ૧૯૯૫ની કરણ અર્જુન, ૧૯૯૯ની હમ સાથ સાથ હૈનો સમાવેશ થાય છે. આજે સલમાનના ૫૩માં જન્મદિવસે પાર્ટીમાં સલમાન ખાનની સાથે સુષ્મિતા સેન ડાન્સ કરતી નજરે પડી હતી.

Related posts

બચ્ચન પરિવાર આ વર્ષે પણ હોળી ઉજવશે નહીં

editor

Deepikaभी बड़ी-बड़ी भूमिकाओं को बखूबी निभाती हैं : Madhuri

editor

मानिसक स्वास्थ्य को लेकर ज्यादा जागरूकता की जरूरत : दीपिका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1