Aapnu Gujarat
રમતગમત

ભારત સામે શ્રીલંકન ટીમે ચીટિંગ કરી

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની સીરિઝની પહેલી ટેસ્ટ ચીટિંગના વિવાદમાં ફસાઈ ગઈ છે. શ્રીલંકાએ ચીટિંગ કરીને રમતને શરમજનક બનાવી નાખી છે. વિવાદને પગલે આંતરાષ્ટ્રીય સ્તરની ટીમોની સ્પોટ્‌ર્સમેન સ્પીરિટ પર ફરી એક વખત સવાલ ઊભો થઈ ગયો છે.
મામલો ડીઆરએસ સાથે જોડાયેલો છે. શ્રીલંકાનો બેટ્‌સમેન દિલરુવાન પરેરા આઉટ થઈ પેવેલિયન તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેણે અચાનક ડ્રેસિંગ રૂમમાંથી થયેલો ઈશારો જોઈ અમ્પાયરના નિર્ણય સામે રિવ્યુ માંગી લીધો.
શ્રીલંકાની ટીમની આ હરકત સામે સવાલ ઉઠવા સ્વાભાવિક છે, કેમકે ડીઆરએસ માટે મેદાન બહારથી મદદ લઈ શકાય નહીં.બન્યું એવું કે, મેચની ૫૭મી ઓવરમાં મોહમ્મદ શમી ફેંકી રહ્યા હતો. ઓવરના છેલ્લો બૉલ પરેરાના પેડ સાથે અથડાયો. જેના પર ભારતીય ટીમે જોરદાર અપીલ કરી અને અમ્પાયર નીલજ લોંગે તેને આઉટ આપ્યો.
શ્રીલંકાની આ આઠમી વિકેટ પડી હતી. રિયલ ટાઈમમાં પરેરા આઉટ દેખાઈ રહ્યો હતો, એટલે તે નિરાશ થઈ પેવેલિયન તરફ પાછો ચાલવા લાગ્યો. તે થોડો જ આગળ ગયો હતો, ત્યાં શ્રીલંકાના ડ્રેસિંગ રૂમમાંથી કોઈએ તેને ડીઆરએસ લેવાનો ઈશારો કરી દીધો. પરેરાએ તરત પાછા ફરી રિવ્યુ માંગી લીધો.
અમ્પાયરે નિશ્વિત સમયમાં મંગાયેલા રિવ્યુને સ્વીકારી લીધો અને ડિસીઝનને રિવ્યુ માટે થર્ડ અમ્પાયર પાસે મોકલી દીધો. ટીવી કેમેરામાં સ્પષ્ટ થયું કે, ભલે શમીનો આ દડો પેડ પર ટકરાયો હતો, પણ આ બોલની ઈમ્પેક્ટ ઓફ સ્ટંપની બહાર હતી. એટલે નિયમ મુજબ તેને આઉટ ન આપી શકાય. રિવ્યુ બાદ અમ્પાયરે પોતાના નિર્ણય બદલ્યો અને પોતાની ભૂલ સ્વીકારતા પરેરાને નોટઆઉટ જાહેર કર્યો.પરંતુ ટીવી કેમેરામાં શ્રીલંકાની ટીમની આ હરકત કેદ થઈ ગઈ અને મેચમાં ટીવી કોમેન્ટ્રી કરી રહેલા કોમેન્ટેટર્સે પણ આ હરકત સામે સવાલ ઉઠાવ્યા.
જોકે, હવે એ જોવું રસપ્રદ રહેશે કે મેચ રેફરી ડેવિડ બૂન અને આઈસીસી આ હરકત સામે શું નિર્ણય લે છે? ઉલ્લેખનીય છે કે, નિયમો મુજબ, જો ખેલાડીને અમ્પાયરના કોઈ નિર્ણય સામે ડીઆરએસ લેવો હોય તો તે મેદાનમાં રહેલા તેના સાથી ખેલાડીની મદદ લઈ શકે છે. મેદાન બહારથી મદદ માગવી નિયમોની વિરુદ્ધ છે અને દિલરુવાન પરેરાના મામલે શ્રીલંકાની ટીમે આવું જ કર્યું છે.

Related posts

શમી-બુમરાહના તોફાનમાં ઉડ્યું ઈંગ્લેન્ડ

aapnugujarat

શિખર ધવન મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાશે…!!

aapnugujarat

पाक की हार पर बोले अख्तर, आजम फैसले लेने में असमर्थ

editor

Leave a Comment

UA-96247877-1