Aapnu Gujarat
બિઝનેસ

સરકારે એડિબલ ઓઈલ ટેક્સમાં કર્યો બે ગણો વધારો

ભારતે એડિબલ ઓઈલ પર ઈમ્પોર્ટ ટેક્સ વધારીને બે ગણો કરી દીધો છે. જેના કારણે તેલના ભાવ ઉંચા સ્તર પર પહોંચી ગયા છે. સરકારે ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટેની કોશિશો અંતર્ગત પોતાનો આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારત સરકારે એડિબલ ઓઈલ પર ડ્યૂટીમાં બે ગણો વધારો કરીને ૩૦ ટકા કરી દીધી છે. તો આ સિવાય રિફાઈન્ડ અને પામ ઓઈલ પર ડ્યૂટી ૨૫ ટકા વધારીને ૪૦ ટકા કરી દીધી છે. તો આ સાથે જ સોયા ઓઈલ પર ઈમ્પોર્ટ ટેક્સ ૧૭.૫ ટકાથી વધારીને ૩૦ ટકા કરી દીધો છે. આ સાથે જ રિફાઈંડ સોયા ઓઈલ પર ટેક્સ ૨૦ ટકાથી વધારીને ૩૫ ટકા કરી દીધો છે.ભારતની એડિબલ ઓઈલ કંપનિઓને ઈંડોનેશિયા, મલેશિયા, બ્રાઝીલ અને આર્જેંટીનાથી સસ્તા ભાવે ઈમ્પોર્ટ સાથે પ્રતિસ્પર્ધા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેલીબીયાની કીંમતોમાં ઘટાડો થયો હોવા છતા સ્થાનિક સરસો અને સોયાબીનની ડિમાંડ ઘટી રહી છે.ફિઝિકલ માર્કેટમાં સોયાબીન અને સરસોની કીંમતો અત્યારે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા લેવલથી નીચે ટ્રેડ થઈ રહી છે જેના કારણે ખેડૂતોનો અસંતોષ સતત વધી રહ્યો છે. અત્યારે ભારતીય ઈડિબલ ઓઈલના વપરાશ માટેનો ૭૦ ટકા જેટલો સ્ટોક ઈંપોર્ટ પર નિર્ભર છે જ્યારે ૨૦૦૧-૦૨માં આ આંકડો ૪૦ ટકા જેટલો હતો.ત્યારે ભારતે એડિબલ ઓઈલના ઈમ્પોર્ટ પર ટેક્સ બે ગણો કરી દિધો છે જેના કારણે આ ભાવો એક દાયકાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. સરકારે ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટે આ નિર્ણય કર્યો છે.

Related posts

૧૦ કંપનીઓ પૈકીની ૫ની મૂડી ૯૪,૬૮૯ કરોડ વધી

aapnugujarat

વિશ્વના ટોચના ૧૫ અબજોપતિઓમાં મુકેશ અંબાણી ૧૩માં સ્થાને

aapnugujarat

ભારતમાં ક્ષમતા છે : ૭.૩ ટકા વિકાસ દર થઇ શકે છે : વર્લ્ડ બેંક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1