Aapnu Gujarat
બિઝનેસ

વિશ્વના ટોચના ૧૫ અબજોપતિઓમાં મુકેશ અંબાણી ૧૩માં સ્થાને

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન છે. એશિયામાં અન્ય કોઈ અબજોપતિ તેમની આસપાસ પણ નથી. તે પછી પણ મુકેશ અંબાણી વિશ્વના ટોચના ૧૫ અબજપતિઓની યાદીમાં એકમાત્ર એવા બિઝનેસમેન છે, જેમની નેટવર્થમાં આ વર્ષે ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં મુકેશ અંબાણીને બે પાયદાનનું નુકસાન થયું છે અને તેઓ વિશ્વના ૧૩મા સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે. ટોપ ૧૫માં એલોન મસ્ક અને માર્ક ઝકરબર્ગને ચાલુ વર્ષમાં વધુ ફાયદો થયો છે. ચાલો તમને એ પણ જણાવીએ કે મુકેશ અંબાણી પાસે હાલમાં કેટલી સંપત્તિ છે અને ચાલુ વર્ષમાં કેટલું નુકસાન થયું છે.. બ્લૂમબર્ગ બિલિયોનેર્સના ડેટા અનુસાર, મુકેશ અંબાણી ટોચના ૧૫ અબજપતિઓમાં એકમાત્ર એવા બિઝનેસમેન છે જેમને ચાલુ વર્ષમાં નુકસાન થયું છે. વર્તમાન વર્ષમાં તેમની સંપત્તિમાં ૫૯૩ મિલિયન ડોલર એટલે કે લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. જોકે શુક્રવારે તેમની સંપત્તિમાં ૪૦ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. હાલમાં તેમની કુલ સંપત્તિ ૮૬.૫ બિલિયન ડૉલર પર પહોંચી ગઈ છે. જો કે તેમને બે સ્થાનનું નુકસાન થયું છે અને તે વિશ્વના ૧૩મા સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે. કાર્લોસ સ્લિમ તેનાથી આગળ ૧૧માં સ્થાને પહોંચી ગયા છે.. શુક્રવારે તેમની સંપત્તિમાં ૩.૧૬ અબજ ડોલરનો વધારો થયો હતો અને તેમની સંપત્તિ ૮૭.૮ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. વિશ્વની સૌથી અમીર મહિલા ફ્રેન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ ૧૨માં સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ ગૌતમ અદાણીમાં ચાલુ વર્ષમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે તેમની સંપત્તિમાં લગભગ ૫૦ ટકા એટલે કે ૬૦.૫ અબજ ડોલરનો ઘટાડો થયો છે. હાલમાં તેમની કુલ સંપત્તિ ૬૦.૧ બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. જોકે શુક્રવારે તેમની સંપત્તિમાં ઇં૯૨૧ મિલિયનનો વધારો થયો હતો. હાલમાં તેઓ વિશ્વના ૨૧મા સૌથી ધનિક બિઝનેસમેન છે. હાલમાં તેઓ એશિયાના ત્રીજા સૌથી ધનિક બિઝનેસમેન છે. બીજા નંબર પર ચીનનો જોંગ શાનશાન છે. તેમની કુલ સંપત્તિ ૬૨.૮ અબજ ડોલર છે.

Related posts

रिलायंस इंडस्ट्री बना दुनिया का दूसरा सबसे बड़ा ब्रांड

editor

કાગળ પર ચાલતી કંપનીઓના ડિરેક્ટરો ભરાઈ જશે

aapnugujarat

माइक्रोसॉफ्ट की पहल, हफ्ते में चार दिन काम करके 40% बढ़ी उत्पादकता

aapnugujarat
UA-96247877-1