Aapnu Gujarat
બિઝનેસ

કાગળ પર ચાલતી કંપનીઓના ડિરેક્ટરો ભરાઈ જશે

શેલ કંપનીઓ પર સકંજો કસવા માટે કેન્દ્રની મોદી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા તમામ પ્રકારની કંપનીઓ માટે કેવાયસી ફરજીયાત બનાવવાની દિશામાં કામગીરી થઇ રહી છે.
આ યોજના આ મહિને જ લાગુ થાય તેવી શક્યતા છે. શેલ કંપનીઓ વિરૂદ્ધ કડકપણે શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત કોર્પોરેટ બાબતોના મંત્રાલય ટૂંક સમયમાં જ તમામ કંપનીઓ માટે નો યોર કસ્ટમર એટલે કે કેવાયસી પ્રક્રિયા શરૂ કરશે.કેવાયસી પ્રક્રિયા અંતર્ગત તમામ કંપનીઓ માટે પોતાના મુખ્ય અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી આપવી ફરજીયાત રહેશે.
આ ઉપરાંત કેવાયસી પ્રક્રિયાને કંપની ફાઈલિંગ સાથે પણ લિંક કરવામાં આવશે. મતલબ કે જે કંપનીઓ પોતાના વાર્ષિક રિપોર્ટ ફાઇલ નથી કરતી. તેને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી નહીં મળે.શેલ કંપની એટલે કે બનાવટી કંપનીઓ એ હોય છે કે જેનું અસ્તિત્વ ફક્ત કાગળ પર જ હોય છે અને તેને કાળું નાણું છૂપાવવા કે પછી ગેરકાનૂની ગતિવિધિઓ માટે જ બનાવવામાં આવી હોય છે.
કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ગત વર્ષે તમામ રજીસ્ટર્ડ કંપનીઓ માટે કેવાયસી પ્રક્રિયા શરૂ કરી હતી. ડીઆઇએન એટલે કે ડાયરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર્સવાળા ૩૩ લાખ ડાયરેક્ટરો પૈકી ફક્ત ૧૬ લાખ ડાયરેક્ટરોએ જ કેવાયસી પ્રક્રિયાને પૂર્ણ કરી છે.

Related posts

૨૦૧૮માં ભારતનો જીડીપી ગ્રોથ વધીને ૭.૫% થશે : મોર્ગન સ્ટેન્લી

aapnugujarat

જેટના કર્મચારીઓને આ વર્ષે નોકરી મળવાના સંકેતો

aapnugujarat

માસ્ટર કાર્ડ ભારતમાં ૭ હજાર કરોડનું રોકાણ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1