Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૫ની મૂડી ૯૪,૬૮૯ કરોડ વધી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપની સંયુક્ત માર્કેટ મૂડીમાં ૯૪૬૮૮.૯૩ કરોડનો વધારો થયો છે. એસબીઆઈમાં જોરદાર તેજીની સીધી અસર જોવા મળી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, એસબીઆઈ, મારુતિ, ઓએનજીસી અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન વધારો થયો છે. બીજી બાજુ ટીસીએસ, એચડીએફસી બેંક, આઈટીસી એચયુએલ અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો શાનદાર દેખાવ રહ્યો છે. તેની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૫૭૬૧૮.૯૪ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૨૬૮૪૧૩.૬૧ કરોડ થઇ ગઇ છે. બુધવારના દિવસે એસબીઆઈના શેરમાં ૨૭.૫૮ ટકાનો વધારો નોંધાયો હતો. પીએસયુ બેંકો માટે રિકેપી યોજનામાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ઓએનજીસીની માર્કેટ મૂડીમાં આ ગળા દરમિયાન ૧૧૯૯૯.૦૭ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૨૩૫૫૫૪.૦૩ કરોડ થઇ ગઇ છે. જ્યારે આરઆઈએલની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૯૯૬૪.૧૮ કરોડનો વધારો થતાં તેની મૂડી ૫૮૮૬૦૧.૦૫ કરોડ થઇ ગઇ છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાની માર્કેટ મૂડીમાં ૯૮૨૩.૬૫ કરોડનો વધારો નોંધાયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી ૨૪૫૧૩૧.૯૩ કરોડ થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં આ ગાળામાં ૫૨૮૩.૦૯ કરોડનો વધારો નોંધાયો છે. જે કંપનીઓની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ઘટાડો થયો છે તેમાં એચડીએફસી બેંકનો સમાવેશ થાય છે. તેની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૧૯૭૬૭.૫૮ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ઘટીને ૪૬૩૩૩૬.૪૩ કરોડ થઇ છે. આવી જ રીતે એચડીએફસીની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં આ ગાળામાં ૧૮૮૫.૫૭ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની મૂડી ૪૯૩૭૩૩.૦૬ કરોડ થઇ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન શેરબજારમાં સાપ્તાહિકરીતે ૭૬૭ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો જે જાન્યુઆરી બાદથી શ્રેષ્ઠ સાપ્તાહિક ઉછાળો નોંધાયો હતો.

Related posts

સેંસેક્સ ફ્લેટ રીતે બંધ : બેંકિંગ શેરમાં તેજી

aapnugujarat

સેંસેક્સ ૩૭૮ પોઇન્ટ ગગડીને બંધ

aapnugujarat

स्वर्ण बांड की कीमत 3,890 रुपए प्रति ग्राम तय, सोमवार से होगी बिक्री : रिजर्व बैंक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1