Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ફ્લેટ રીતે બંધ : બેંકિંગ શેરમાં તેજી

શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. બેંચમાર્ક ઇન્ડેક્સ આજે નકારાત્મક માહોલ વચ્ચે ઘટીને બંધ રહ્યો હતો. સેંસેક્સ ૩૫૫૯૧ની સપાટીએ રહ્યો હતો તેમાં એક પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ યથાસ્થિતિએ ૧૦૬૫૧ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો એફએમસીજીના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૯૪૬૪ રહી હતી. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ૦.૭૪ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૨૬ રહી હતી. આની સામે મેટલ અને પીએસયુ બેંકના શેરમાં તેજી જામી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૩૧ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૪૯૯ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૦૮ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૮૧૫ રહી હતી. એશિયન શેરબજારમાં પણ પ્રવાહી સ્થિતિનો દોર રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં પાંચ ટકાનો ઉછાળો રહ્યો હતો. મજબૂત કમાણીના આંકડા વચ્ચે આ તેજી રહી હતી. એક્સિસ બેંકના શેરમાં પણ નવી ઉંચી સપાટી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં પ્રવાહી સ્થિતિ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ભારતીય શેરબજારમાંથી હજુ સુધી ૬૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આ પ્રવાહ આગામી મહિનામાં પણ જારી રહે તેવી શક્યતા છે. નવેમ્બર અને ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન એફપીઆઈ દ્વારા ઇક્વિટી માર્કેટમાં ૮૫૫૪ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં વિદેશી રોકાણકારોએ ૨૮૯૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. ડિપોઝિટરી પાસે ઉપલબ્ધ આંકડા મુજબ એફપીઆઈ પહેલીથી ૨૫મી જાન્યુઆરી દરમિયાન ૫૮૮૦ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી હતી. શેરબજારમાં આગામી દિવસોમાં ૧૦ પરિબળો ઉપર મુખ્યરીતે નજર રહેશે જેમાં વૈશ્વિક ઘટનાક્રમ, ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતારચઢાવ, ડોલર સામે રૂપિયામાં નરમાઈ, ત્રીજા ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડાની અસર જોવા મળશે.
પહેલી ફેબ્રુઆરીના દિવસે સરકારે વોટ ઓન એકાઉન્ટ પણ રજૂ કરવામાં આવનાર છે. નવી સરકાર જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ રજૂ કરે તે પહેલા ત્રણ મહિના માટે આ બજેટ રજૂ કરવામાં આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે, ગ્રામીણ અને કૃષિ આધારિત સેક્ટરોમાં રાહતના ઇરાદાથી બજેટમાં સરકાર કેટલાક લોકપ્રિય પગલા જાહેર કરી શકે છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત વર્ગને પ્રભાવિત કરવાના પ્રયાસો થઇ શકે છે. કૃષિ પડકારોનો સામનો કરી રહેલા સમાજના સૌથી મોટા વર્ગને સંતુષ્ટ કરવાના ઇરાદાથી એનડીએ સરકાર આ બજેટમાં ખેડૂતો માટે પણ કોઇ નવી પહેલ કરી શકે છે. ખેડૂતોને ખુશ કરવાની સરકાર પાસે આ છેલ્લી તક છે. ત્યારબાદ લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ગઇકાલે મંગળવારના દિવસે બીએસઈ સેંસેક્સ ૬૪ પોઇન્ટ ઘટીને ૩૫૫૯૩ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી નવ પોઇન્ટ ઘટીને ૧૦૬૫૨ની નીચી સપાટીએ રહ્યો હતો.

Related posts

પુલવામા હુમલો : ભારતભરમાં આક્રોશનું મોજુ અકબંધ

aapnugujarat

મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુ દરેક પરિવારને મફ્ત સ્માર્ટફોન આપશે

aapnugujarat

नए ट्रैफिक नियमों का मध्य प्रदेश, राजस्थान, बंगाल, गुजरात में विरोध

aapnugujarat

Leave a Comment

UA-96247877-1