Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આર્કટિકના તીવ્ર પવનથી ઉત્તર ભારત ઠંડુગાર

ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતી ફરી એકવાર જોવા મળી રહી છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર ચંદીગઢમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતી જોવા મળી રહી છે. ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે ટ્રેન અને વિમાની સેવા ઠપ થઇ ગઇ છે. રાજસ્થાનના ચુરુમાં તાપમાન માઇનસ ૧.૧ ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે, કોલર વોર્ટેક્સના કારણે યુરોપ અને અમેરિકામાં જે રીતે ઠંડી પડી રહી છે. તેની અસર અહીં પણ જોવા મળી રહી છે. આર્કટિકની ઠંડી હવાના કારણે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં માઇનસ ૧૩.૭, કેલોંગમાં માઇનસ ૧૬.૨, સિમલામાં ૦.૮, મુક્તેશ્વર માઇનસ ૧.૮, રાજસ્થાનના ચુરુમાં માઇનસ ૧.૧, માઉન્ટ આબુમાં શૂન્ય ડિગ્રી તાપમાન થયું છે. ધુમ્મસના કારણે દિલ્હી આવતી ૨૧ ટ્રેનો મોડેથી દોડી રહી છે. આર્કટિકના ઠંડા પવનના કારણે માઠી અસર થઇ હોવાનુ જાણકાર લોકો કહી રહ્યા છે. હજુ હિમવર્ષા જારી રહી શકે છે. દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ અને ઠંડીના કારણે લોકોની હાલત આજે ફરી એકવાર કફોડી બની ગઇ છે. ધુમ્મસના કારણે દિલ્હીથી દોડનાર ૨૧ ટ્રેનો લેટ ચાલી રહી છે. જ્યારે ચાર ટ્રેનના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. માર્ગો પર ધુમ્મસના કારણે સવારે મોટી સંખ્યામાં લોકોને આવરજવરમાં તકલીફ પડી હતી. વિજિબિલિટી ઘટી જવાના કારણે દિલ્હી વિમાનીમથકે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી બે ત્રણ દિવસ દરમિયાન ઠંડીથી લોકોને રાહત નહી મળે તેવી શક્યતા છે. બીજી બાજુ જમ્મ કાશ્મીરના કારગીલમાં માઇનસ તાપમાન થયુ છે. દક્ષિણ કાશ્મીરના કાજીગુન્દ ખાતે પારો માઇનસ ડિગ્રીમાં છે. ગુલમર્ગ ખાતે પારો માઇનસ ડિગ્રી રહ્યો હતો. દેશના અન્ય ભાગોમાં પણ હાલમાં કાતિલ ઠંડી પ્રવર્તી રહી છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં સવારમાં ધુમ્મસની ચાદર જોવા મળી રહી. કેટલાક મેદાની ભાગોમાં પણ પારો શુન્ય સુધી પહોંચી ગયો છે. હાલમાં કેટલીક જગ્યાએ બરફના કારણે રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી. જો કે ઉચાણવાળા વિસ્તારમાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા જારી રહી છે. જેથી ઠંડીમાં એકાએક વધારો થયો છે. કાશ્મીર ડિવીઝનમાં લોકોની હાલત કફોડી બનેલી છે. લડાખ પ્રદેશમાં સૌથી વધારે ઠંડી નોંધાઇ છે. પહલગામ અને ગુલમર્ગ ખાતે તાપમાન માઇનસમાં છે. સ્કી રિસોર્ટ તરીકે લોકપ્રિય ગુલમર્ગમાં પારો માઇનસ સુધી નીચે પહોંચી ગયો છે. જ્યારે વાર્ષિક અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પ ગણાતા પહલગામમાં પારો માઇનસ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. લેહમાં માઇનસ ૮.૫ ડિગ્રી તાપમાન રહ્યુ છે. હિમાચલપ્રદેશમાં પણ એવી જ સ્થિતી થયેલી છે. હિમવર્ષા અને વરસાદના કારણે પારો માઇનસમાં પહોંચી ગયો છે. કેલોગ, કાલ્પા અને મનાલીમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયુ છે. કેલોગ અને ભારમોરમાં હિમવર્ષા થઇ છે. હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે. બીજી બાજુ ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. તાપમાનમાં ઘટાડો થવાના કારણે લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. બીજી બાજુ બન્ને રાજ્યોમાં કેટલીક જગ્યાએ લઘુતમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. કેટલીક જગ્યાએ માઇનસમાં તાપમાન પહોંચી ગયુ છે. ભારે હિમવર્ષાના કારણે કેટલાક રસ્તાને બંધ કરી દેવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. મંગળવારના દિવસે જમ્મુ -શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ અને મુગલ રોડને બંધ કરી દેવાની ફરજ પડી છે. જો કે હવે રાજમાર્ગને ખોલી દેવામાં આવતા લોકોને રાહત થઇ છે. ઉત્તરીય કાશ્મીરના બારામુલા જિલ્લા સ્થિત તંગમાર્ગમાં સતત હિમવર્ષા થઇ રહી છે. જ્યારે મેદાની ભાગોમાં હિમવર્ષા થઇ છે. વરસાદના કારણે રાત્રી તાપમાનમાં ઘટાડો થયો છે. જમ્મુ કાશ્મીરના ડોડામાંપણ સતત હિમવર્ષા જારી છે. રાજૌરીના પીર પંજાલ રેંજમાં પણ સતત હિમવર્ષા થઇ રહી છે. અહીં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી છે. જેના કારણે જનજીવન સંપૂર્ણ અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. હિમાચલ પ્રદેશના મનાલીમાંં હિમવર્ષા થઇ છે.

Related posts

૨૬/૧૧ હુમલાઓને ૯ વર્ષ પૂર્ણ થયા છતાંય સુરક્ષામાં હજુ ગાબડાં

aapnugujarat

ખ્રિસ્તીઓ પણ ‘લવ જેહાદ’ને ગંભીર મુદ્દો માને છે

editor

जम्मू-कश्मीर में हालात सामान्य, कुछ ही जगहों पर लगी है पाबंदी : पुलिस महानिदेशक मुनीर खान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1