Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુ દરેક પરિવારને મફ્ત સ્માર્ટફોન આપશે

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે બધી પાર્ટીઓ શક્ય તમામ પ્રયાસમાં લાગી છે. એવામાં આંધ્ર પ્રદેશની એન.ચંદ્રાબાબુ નાયડુ સરકારે એક એવી ચાલ ચલી છે, જે મોદી સરકાર પર ભારે પડી શકે છે. ખરેખર, નાયડૂએ રાજ્યના દરેક પરિવારને મફત સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી છે. નાયડૂ સરકારનું કહેવુ છે કે સ્માર્ટફોન દ્વારા સરકાર સામાન્ય માનવીને સરકારી સુવિધાઓ પૂરી પાડશે.
નાયડૂ સરકારે ૧ જાન્યુઆરીએ રાજ્યની નાણાંકીય અને આર્થિક વિકાસ દર પર એક શ્વેત પત્ર જાહેર કર્યુ છે. આ શ્વેત પત્રમાં દરેક પરિવારને સ્માર્ટફોન આપવાની વાત કહેવામાં આવી છે. સરકારે દાવો કર્યો છે કે આ સ્માર્ટફોન દ્વારા રાજ્યનો દરેક પરિવાર ઘર બેઠાં જ કોઈ પણ પરેશાની વગર સરકારી સેવાઓનો લાભ ઉઠાવી શકે છે. એટલું જ નહીં, નાયડૂ સરકારનું એમ પણ કહેવુ છે કે સાડા ચાર વર્ષના શાસનકાળમાં રાજ્યએ ૧૦.૫૨ ટકાના સરેરાશથી વિકાસદર હાંસલ કર્યો છે. જ્યારે તેલંગાણામાં આ આંકડો ૯.૭ ટકા અને આખા ભારતમાં ૭.૩ ટકા રહ્યો છે.
નાયડૂ સરકારનું એમ પણ કહેવુ છે કે કેન્દ્ર સરકારનો અસહયોગ છતાં સખત પરિશ્રમને કારણે આંધ્ર પ્રદેશ અલગ-અલગ ક્ષેત્રોમાં નંબર વન છે. શ્વેત પત્રને જાહેર કરતા જ સરકારે પોતાની નવી સફળતાઓને ગણાવી અને કહ્યું રાજ્ય ઝડપથી વિકાસ કરી રહ્યો છે. ૨૦૧૭-૧૮માં રાજ્યની કેપિટલ ઈન્કમ વધારી ૧૪.૮૭ ટકા થઇ છે. જ્યારે આ ૨૦૧૪-૧૫માં ૮.૪ ટકા હતો.

Related posts

કર્ણાટક : ચાર કોંગ્રેસી સભ્ય ભાજપમાં જવાની તૈયારીમાં

aapnugujarat

બક્સરના ડીએમ મૂકેશ પાંડેેએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

aapnugujarat

રેપો-રિવર્સ રેપોરેટ, CRRને યથાવત રાખવાનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1