Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારત ભૂતાનમાં બનાવશે સેટેલાઈટ ટ્રેકિંગ એન્ડ ડેટા રિસેપ્શન સેન્ટર

ચીનની વ્યૂહરચનાનો સામનો કરવા માટે ભારત એક મોટું રણનીતિક પગલું ભરી રહ્યું છે. પડોશી દેશ ભૂતાનમાં ભારત એક સેટેલાઈટ ટ્રેકિંગ એન્ડ ડેટા રિસેપ્શન સેન્ટર બનાવવાનું છે. આ સેટેલાઈટ ટ્રેકિંગ સેન્ટર કોઈ સામાન્ય કેન્દ્ર નહીં હોય. પરંતુ તે ચીન દ્વારા સ્થાપિત આવા જ એક સેટેલાઈટ ટ્રેકિંગ સેન્ટરને ભારતનો વ્યૂહાત્મક જવાબ છે. આ મામલાની જાણકારી ધરાવતા અધિકારીને ટાંકીને અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે ઈસરો ભૂતાનમાં ગ્રાઉન્ડ સ્ટેશન સ્ટ્રેટિજિક અસેટ તરીકે દેશની શક્તિને બેગણી વધારશે. સૌથી ખાસ વાત તેનું ભારત અને ચીન વચ્ચેનું લોકેશન છે.
મહત્વપૂર્ણ છે કે ચીને ભારતની સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખાથી ૧૨૫ કિલોમીટરના અંતરે તિબેટના નગારીમાં એક અત્યાધુનિક સેટેલાઈટ ટ્રેકિંગ સેન્ટર અને ખગોળીય વેધશાળાને સ્થાપિત કરી છે. અધિકારીઓનું કહેવું છે કે તિબેટમાં ચીન દ્વારા ઉભી કરવામાં આવેલી સેટેલાઈટ ટ્રેકિંગ સેન્ટર અને ખગોળીય વેધશાળાની સુવિધા એટલી અત્યાધુનિક છે કે તેના દ્વારા ભારતીય સેટેલાઈટોને ટ્રેક કરવાની સાથે જ તેમને બ્લાઈન્ડ પણ કરી શકાય છે.
હવે ઈસરોનું ભૂતાન ખાતેનું ગ્રાઉન્ડ સ્ટેશન હિમાલયના પર્વતીય વિસ્તારમાં આવેલા દેશને દક્ષિણ એશિયન સેટેલાઈટનો ફાયદો પહોંચાડવા માટે સ્થાપિત કરવામાં આવશે અને તિબેટમાં ચીનના સ્ટેશનના મુકાબલે સંતુલન સાધવા માટે ભારતનો જવાબ પણ છે. ડોકલામ ગતિરોધ બાદ ભારતની આવી રણનીતિક પહેલ મહત્વપૂર્ણ છે. ડોકલામ વિસ્તારમાં ભારત, ભૂતાન અને ચીનના ટ્રાઈજંક્શન પર પીએલએ દ્વારા સડક નિર્માણની કોશિશ કરવામાં આવી હતી.
ભારતીય સૈનિકઓએ આનો વિરોધ કર્યો અને ૭૨ દિવસ સુધી ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની સામે તેનાત રહ્યા હતા. તે વખતે ભૂટાને પણ દ્રઢતાપૂર્વક ભારતનો સાથ આપ્યો હતો. તાજેતરમાં વડાપ્રધાન સ્તરની વાટાઘાટો દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે ભૂતાનમાં ઈસરો ગ્રાઉન્ડ સ્ટેશનનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરશે.
ભૂતાનના નવા વડાપ્રધાનની સાથે મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ નિવેદન આપ્યું હતું કે સ્પેસ સાઈન્સ ભૂતાન સાથેના સહયોગનું નવું પાસું છે.

Related posts

ચોકીદારે લૂંટ ચલાવનારના ખેલ બંધ કરી દીધા છે : મોદી

aapnugujarat

जय श्रीराम का नारा बंगाली संस्कृति से नहीं जुड़ा है, भाजपा ने किया पलटवार : अमर्त्य सेन

aapnugujarat

जेट एयरवेज के पूर्व CEO दुबे के खिलाफ मंत्रालय ने जारी किया लुकआउट नोटिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1