Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જીએસટી કાઉન્સિલની બેઠક ૧૦ જાન્યુઆરીએ મળશે

ગૂડ્‌સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની હવે પછીની બેઠક ૧૦ જાન્યુઆરીએ મળવાની છે. બાંધકામ હેઠળના ફ્લેટ્‌સ પરનો જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવાના મુદ્દે એમાં વિચારણા થશે. સાથોસાથ, લઘુ અને મધ્યમ સ્તરના ઉદ્યોગજકોને પણ રાહત મળે એવી ધારણા છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ, કાઉન્સિલે ગઈ ૨૨ ડિસેંબરની તેની બેઠકમાં જ ૨૮ ટકાના ટેક્સ સ્લેબનું કદ ઘટાડી નાખ્યું હતું અને ૨૩ પ્રકારના માલ અને સેવાઓ પરનો ૨૮ ટકા ટેક્સ ઘટાડી દીધો હતો. કાઉન્સિલની ૧૦મીએ મળનારી બેઠક ૩૨મી હશે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી તે બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે.
જેટલીએ કહ્યું હતું કે અમે હવે પછીની બેઠકમાં રહેણાંક પ્રોપર્ટીઓ પરના કરવેરાને સુસંગત બનાવવા પર વિચારણા કરીશું. તેમજ માઈક્રો, સ્મોલ અને મીડિયમ સ્તરના ઉદ્યોગો માટેની ટોચમર્યાદા, જે હાલ રૂ. ૨૦ લાખની છે તે વધારવા અંગે પણ વિચારીશું.
કેલામિટી સેસ (કુદરતી આફત વેરો) ઉપરાંત લોટરી પર જીએસટી દર અંગે પણ ચર્ચા થશે. બાંધકામ હેઠળના ફ્લેટ્‌સ તથા ઘરો પરનો જીએસટી ઘટાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
બાંધકામ હેઠળના ફ્લેટ/પ્રોપર્ટી અથવા એવા રેડી-ટુ-મૂવ ઈન ફ્લેટ્‌સ, જેને માટે વેચાણના સમયે કમ્પ્લિશન સર્ટિફિકેટ ઈસ્યૂ કરાયું ન હોય, તે માટેના પેમેન્ટ પર હાલ ૧૨ ટકા જીએસટી વસૂલ કરવામાં આવે છે.
જીએસટી કાઉન્સિલ સમક્ષનો એક પ્રસ્તાવ એવો છે કે જીએસટી રેટ એવા બિલ્ડરો માટે ઘટાડીને પાંચ ટકા કરવો જેઓ રજિસ્ટર્ડ ડીલર્સ પાસેથી ૮૦ ટકા ઈનપુટ્‌સ ખરીદે.

Related posts

केवल पुलवामा जैसी घटना महाराष्ट्र में बदल सकती है लोगों का मूड : शरद पवार

aapnugujarat

छोड़ो पुराने कम्प्यूटर का मोह, बचेंगे लाखों रुपए : माइक्रोसॉफ्ट

aapnugujarat

ધાંધલ ધમાલના કારણે બંને ગૃહની કાર્યવાહી મોકૂફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1