Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ધાંધલ ધમાલના કારણે બંને ગૃહની કાર્યવાહી મોકૂફ

સંસદના મહત્વપૂર્ણ શિયાળુ સત્રમાં આજે પણ ભારે ધાંધલ ધમાલ જારી રહી હતી. જુદા જુદા મુદ્દા પર ગૃહની કામગીરી ખોરવાઇ ગઇ હતી. આજે લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યુ હતુ. જો કે, ભારે ધાંધલ ધમાલ વચ્ચે આગળની પ્રક્રિયા હાથ ધરી શકાય ન હતી. ધાંધલ ધમાલના કારણે વધુ એક દિવસ આજે સંસદનું બગડી ગયું હતું. કાર્યવાહીને દિવસભર માટે મોકૂફ કરી દેવામાં આવી હતી. લોકસભાની સાથે સાથે રાજ્યસભાની કાર્યવાહી પણ મોકૂફ કરી દેવામાં આવી હતી. જુદા જુદા વિષયો ઉપર ધાંધલ ધમાલ રહી હતી. આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે હોબાળો રહ્યો હતો. આ મુદ્દે ટીડીપીના સાંસદોએ હોબાળો મચાવ્યો તો જ્યારે કાવેરી જળ વહેંચણીના મુદ્દા ઉપર અન્નાદ્રમુકના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. ભારે ધાંધલ ધમાલ અને નારાબાજી વચ્ચે લોકસભામાં કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. ધાંધલ ધમાલની વચ્ચે લોકસભાની કાર્યવાહી તો બુધવારે સવારે ૧૧ વાગે સુધી મોકુફ કરવામાં આવી હતી. રાજ્યસભામા પણ ભારે હોબાળો થયો હતો. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ખોરવાઇ ગઇ હતી. લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યુ હતુ. રાફેલ, ત્રણ તિલાક, શિખ વિરોધી રમખાણ અને અન્ય મુદ્દા પર જુદા જુદા પક્ષોના લોકોએ હોબાળો કર્યો હતો. ધાંધલ ધમાલ વચ્ચે પહેલા લોકસભાની કાર્યવાહીને ૧૨ વાગે સુધી મોકુફ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી બેઠક મળ્યા બાદ હોબાળો જારી રહેતા કાર્યવાહી દિવસ માટે મોકુફ કરવામાં આવી હતી. રાજ્યસભાને પણ આવતીકાલ સુધી મોકુફ કરવામાં આવી હતી. આરજેડીના સાંસદ મનોજ ઝા એટોર્ની જનરલની સામે વિશેષાધિકાર પ્રસ્તાવ લઇને આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ રાફેલનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે સાથે આ મામલે જેપીસીની માંગ કરી હતી. કાવેરી જળ વિવાદને લઇને પણ ચર્ચા રહી હતી. અન્નાદ્રમુકના સાંસદોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના સાંસદ રંજીતા રંજન અને સીપીઆઈ (એમ)ના સાંસદ મોહમ્મદ સલીમે રાફેલના મુદ્દા ઉપર લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ પર નોટિસ આપવામાં આવી હતી. બંને ગૃહોમાં કાર્યવાહી થોડાક સમય માટે મોકૂફ રાખવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો ન થતાં કાર્યવાહી દિવસભર માટે મોકૂફ કરાઈ હતી. આરજેડી સાંસદ મનોજ ઝ્‌હા રાજ્યસભામાં એટર્ની જનરલની સામે વિશેષાધિકાર પ્રસ્તાવ લઇને આવ્યા હતા. લોકસભાની કાર્યવાહી પહેલા થોડાક સમય માટે મોકૂફ કરાઈ હતી. ૧૨ વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી અને બે વાગ્યા સુધી રાજ્યસભાની કાર્યવાહી મોકૂફ કરાઈ હતી પરંતુ છેલ્લે દિવસભર માટે કાર્યવાહી મોકૂફ કરી દેવામાં આવી હતી.

Related posts

શોપિયામાં સેનાએ ૩ આતંકીઓને કર્યા ઠાર

aapnugujarat

देश में महंगा होगा पेट्रोल और डीजल कार खरीदना

aapnugujarat

तमिलनाडु में बदमाशों को चप्पल से भगाने वाले दंपती को सीएम ने दिया बहादुरी पुरस्कार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1