Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકાર ચીનથી આયાતિત સિન્થેટિક રબર પર ડમ્પિંગ રોધી શુલ્ક લગાવવાની તૈયારીમાં

નવા વર્ષની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે વર્ષની શરુઆતમાં એવા સમાચારો સામે આવ્યા છે કે દેશના ઉદ્યોગોને બચાવવા માટે મોદી સરકાર એક એવો નિર્ણય કરવા જઈ રહી છે જેનાથી ચીનને નુકસાન અને ભારતને ફાયદો થવાનો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોદી સરકાર ચીનથી આયાતિત સિન્થેટિક રબર પર ડંમ્પિંગ રોધી શુલ્ક લગાવવાની તૈયારી કરી રહી છે. આ રબરનો ઉપયોગ મુખ્ય રુપે વાહન અને અન્ય ઉદ્યોગોમાં થાય છે. આ સંબંધમાં અંતિમ નિર્ણય નાણાં મંત્રાલયને કરવાનો છે.
હકીકતમાં વાણિજ્ય મંત્રાલયનો તપાસ એકમ વ્યાપાર ઉપચાર મહાનિદેશાલયે ચીનથી આયાતિત ફ્લોરોઈલાસ્ટોમર્સ કે જેને સિન્થેટિક રબર પણ કહેવાય છે તેના પર ૦.૦૭૮ થી ૭.૩૧ ડોલર પ્રતિ કિલોગ્રામના દરથી ડમ્પિંગ રોધી શુલ્ક લગાવવાની ભલામણ કરી છે. ડીજીટીઆર અનુસાર સિન્થેટિક રબરની આયાત પર ડમ્પિંગ રોધી શુલ્ક લગાવવો જરુરી છે. આ શુલ્ક ૧૮ માસ માટે લગાવવામાં આવશે. પરંતુ આના પર અંતિમ નિર્ણય નાણામંત્રાલય દ્વારા કરવામાં આવશે. જાન્યુઆરી ૨૦૧૮માં ગુજરાત ફ્લોરોકેમિકલ્સે ફરિયાદ કરીને ડીજીટીઆરને કહ્યું હતું કે ચીનથી ઉત્પાદનનું ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે.
જો સરળ ભાષામાં સમજીએ તો બહારથી આવનારા સસ્તા માલના કારણે જો કોઈ દેશની સ્થાનિક ઈન્ડસ્ટ્રીને નુકસાન થતું હોય તો તેને બચાવવા માટે સરકાર એન્ટિ ડમ્પિંગ શુલ્ક લગાવે છે. આના કારણે બહારથી આવનારા સામાનની કીંમત વધી જાય છે અને સ્થાનિક માર્કેટથી વધારે ભાવ થઈ જાય છે. એટલે કે સરકારના આ નિર્ણયની અસર સીધી ચીનની કંપનીઓ પર પડવા જઈ રહી છે.
આ પહેલા ગત ડિસેમ્બર માસમાં પણ ભારતે ચીન વિરુદ્ધ મહત્વનો નિર્ણય લીધો હતો. હકીકતમાં ભારતે દૂધ અને દૂધથી બનેલી ચોકલેટ જેવા ખાણી-પીણીના ઉત્પાદનોની આયાત પર લગાવેલા પ્રતિબંધની સમય સીમાને વધારી દીધી છે. જો કે આ પ્રતિબંધ સપ્ટેમ્બર ૨૦૦૮માં લગાવવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં આ પ્રોડક્ટની આયાત પર પ્રતિબંધ ચાર મહિના એટલે કે ૨૩ એપ્રિલ સુધી વધારવામાં આવી છે.

Related posts

झारखंड मेंभारी बारिश से उफनाईं नदियां, NDRF ने 59 लोगों को बचाया

aapnugujarat

૬૮ વર્ષમાં કોંગ્રેસ કે ભાજપ એકવાર પણ જીતી શકી નથી પૌન્નાની સીટ

aapnugujarat

હોશંગાબાદમાં યુવકના ૫ આરોપીઓએ હાથ કાપી નાંખ્યા

editor

Leave a Comment

UA-96247877-1