Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૬૮ વર્ષમાં કોંગ્રેસ કે ભાજપ એકવાર પણ જીતી શકી નથી પૌન્નાની સીટ

શું તમે જાણો છો કે એક લોકસભા સીટ એવી પણ છે જે દેશની સૌથી જુની રાજકિય પાર્ટી કોંગ્રેસ ક્યારેય જીતી શકી નથી. ૧૯૫૨માં પ્રથમ લોકસભા ચૂંટણીથી લઇને ૨૦૧૪ની ૧૬મી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં એક પણ વખત કોંગ્રેસ આ બેઠક પર જીતી શક્યું નથી. જો દેશનો સૌથી જુનો પક્ષ ન જીતી શકે તો પછી ભાજપ કે અન્ય પક્ષોનું તો પુછી જ ન શકાય. આ લોકસભા સીટ દક્ષિણ ભારતનાં કેરળ રાજ્યમાં આવેલી છે. આવો આ લોકસભા બેઠક વિશે જાણીએ.આ લોકસભા બેઠક કેરળ રાજ્યની પૌન્નાની સીટ છે. જ્યાં અત્યાર સુધી કોંગ્રેસ એક પણ વખત ચૂંટણી જીતી શકી નથી. એક સમય હતો જ્યારે આ ક્ષેત્ર મસાલાનાં વેપાર માટે મશહુર હતું. અહીથી સમગ્ર વિશ્વમાં મસાલાની નિકાસ કરવામા આવતી હતી. આ મ્ય-યુગની વાત છે. મધ્ય યુગમાં પોન્નાની,આરબ વેપારીઓ માટે વેપારનું અગ્રણી કેન્દ્ર હતું. પોર્ટુગીઝોએ આ વેપાર કેન્દ્ર પર કબ્જો જમાવાવ માટે અનેક વખત અક્રમણ કર્યુ હતું. હવે આ વિસ્તાર માછીમારીનાં વિસ્તાર માટે પ્રસિદ્ધ છે. પોન્નાની નહેર,કેરળનાં આ શહેરને બે ભાગમાં વહેંચે છે.૧૯૫૨માં દેશમાં પહેલી સામાન્ય ચૂંટણી થઇ હતી. ત્યારે અહીથી કિસાન મજદૂર પાર્ટી વિજેતા બની હતી. ત્યારબાદ સતત ત્રણ વખત ડાબેરીઓએ ચૂંટણી જીતી શક્યા હતાં. ૧૯૬૨,૧૯૬૭, અને ૧૯૭૨માં સીપીઆઇ અને સીપીએમનું વર્ચસ્વ રહ્યું હતું. ત્યારબાજ સતત ૧૧ વખતથી આ સીટ પર ઇન્ડિયન મુસ્લિમ લીગ ચૂંટણી જીતતું આવ્યું છે. ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીથી લઇને ૨૦૧૪ સુધી સામાન્ય ચૂંટણીમાં પોન્નાની લોકસભા બેઠક પર ઇન્ડિયન મુસ્લિમ લીગનો કબ્જો રહ્યો છે.
૧૯૫૨માં પોન્નાની બહુ-સભ્ય મતદાર ક્ષેત્ર હતું. અહીંથી સામાન્ય અને અનામત કેટેગરીનાં સાંસદો લોકસભામાં પહોંચતા હતાં. આ સીટ પર સામાન્ય શ્રેણીમાથી કિસાન મજદૂર પાર્ટીનાં કેલપ્પન કોહાપાલી ચૂંટણી લડી રહ્યા હતાં. બીજી તરફ અનામત શ્રેણીમાંથી હરેરાન ઇયાની ચૂંટણી મેદાનમાં હતાં. કેલપ્પનને સૌથી વધારે ૧,૪૬,૩૬૬ મત મળતા તેઓ સંસદમાં પહોંચ્યાં હતાં. જ્યારે અનામત કેટેગરીમાંથી કોંગ્રેસનાં હરેરાન ઇયાની સંસદમાં પહોંચ્યાં હતાં. આવું પહેલી વખત થયું કે જ્યારે બે ઉમેદવારો સાંસદ બનીને લોકસભામાં પહોંચ્યાં હતાં.પોન્નાની બેઠક પર બીજી લોકસભા ચૂંટણીનાં પરિણામો વિશે ચૂંટણી પંચ પાસે કોઇ માહિતી નથી. તેનાં પરથી એવું લાગે છે કે અહિં બીજી વખત લોકસભા ચૂંટણી થઇ જ નથી. લોકસભાની વેબસાઇટ પર બીજી સામાન્ય ચૂંટણીમાં આ સીટનું નામ ક્યાંય નોંધાયેલું નથી. ૧૯૫૧,૧૯૬૨,૧૯૬૭ અને ૧૯૭૧ની સામાન્ય લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વોટશેર પણ ઘણો ઓછો હતો. ત્યારબાદ કોંગ્રેસે અહિંથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો જ નથી.કોંગ્રેસે ઇન્ડિયન મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કરી લીધું હતું. ત્યારથી લઇને આજ દિન પર્યંત આ સીટ પર આઇયુએમએલનો જ કબ્જો રહ્યો છે.

Related posts

कश्मीर भारत का आंतरिक मामला : रक्षामंत्री

aapnugujarat

કોલસા કાંડ : મધુ કોડાને સજા મામલે આવતીકાલે સુનાવણી કરાશે

aapnugujarat

સાહસ-સંકલ્પ છે તો સિન્ડીકેટ તૂટી શકે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1