Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સ્વિસ બેંકમાં રહેલાં કાળાધન વિશે જાણકારી આપવાનો સરકારે કર્યો ઈનકાર

સરકારે સ્વીસ બેંકોમાં જમા કાળાધનની જણકારી આપવાનો ઈનકાર કરી દીધો છે. ખાનગી ન્યૂઝ એજન્સી તરફથી દાખલ કરાયેલી આરટીઆઈનાં જવાબમાં સરકારે કહ્યુ છેકે, ભારત અને સ્વિત્ઝર્લેન્ડની વચ્ચે ગોપનીયતાની કલમ છે. જેને કારણે તેના વિશે કોઈ પણ જાતની જાણકારી આપી શકાશે નહી.
ઉલ્લેખનીય છેકે, સ્વિસ બેંકોમા ઘણા બધા ભારતીયોનું કાળુ ધન છુપાયેલુ છે. એજન્સીએ જે લોકો અને કંપનીઓનાં પૈસા સ્વિસ બેંકમાં છે.તેમના વિશે જાણકારી નાણામંત્રાલય પાસે માંગી હતી. અને સાથે જ આ જાણકારી પર કેન્દ્ર સરકારે શું કાર્યવાહી કરી છે. નાણામંત્રાલયે કહ્યુ છેકે, દેશ-વિદેશમાં કેટલું કાળુ ધન સર્કુલેશનમાં છે, તેની જાણકારી તેમની પાસે નથી.
ભારત અને સ્વિત્ઝર્લેન્ડે દ્વિપક્ષીય વહીવટી સહાય (એમએએસી) પર કરની બાબતો પર બહુપક્ષીય સંધિ પર હસ્તાક્ષર કર્યા છે.
ભારત અને સ્વિત્ઝર્લેન્ડે ૨૨ નવેમ્બર ૨૦૧૬એ સંયુક્ત જાહેરાત પર હસ્તાક્ષર કર્યા છે. આ હેઠળ, બંને દેશો વચ્ચેના નાણાકીય ખાતાઓની વિગતો વહેંચવાની એક વ્યવસ્થા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આવશ્યક કાયદાકીય વ્યવસ્થા સ્થપિત કરાઈ છે. ૨૦૧૯ થી, ભારતને વર્ષ ૨૦૧૮ના ભારતીય રહેવાસીઓના નાણાકીય ખાતાઓ વિશે માહિતી મળશે. આ સિસ્ટમ આગળ વધશે.

Related posts

દેશનાં ૧૬ એરપોર્ટ પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ

aapnugujarat

દેશમાં કોવિડ ૧૯નાં કેસોમાં ઘટાડો

editor

भारतीय रेलवे बनेगा दुनिया का पहला कार्बन उत्सर्जन मुक्त रेल नेटवर्क

aapnugujarat

Leave a Comment

UA-96247877-1