Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બોલો…યૂપી સરકાર હવે લોકો પાસેથી ૨ ટકા ‘ગાય વેરો’ લેશે!

ગાયોનું કલ્યાણ થાય તે માટે ઉત્તર પ્રદેશ સરકાર નાગરિકો પાસેથી ૨ ટકા ગાય વેરો લેશે. સરકારની કેબિનેટે આ વેરો લેવા માટેની મંજૂરી આપી દીધી છે. સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે, આ વેરામાંથી દરેક જિલ્લામાં, ગ્રામ પંચાયતોમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ગૌશાળા બનાવવામાં આવશે. મનરેગા હેઠળ રૂપિયા ૧૦૦ કરોડ સરકારે ફાળવ્યા છે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, દરેક જિલ્લામાં ૧૦૦૦ ગાયો રહી શકે તેટલી ક્ષમતાની ગૌશાળા બનાવવામાં આવશે. આ માટે સરકાર લોકો પાસેથી ૨ ટકા “ગાય વેરો” ઉઘરાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે, રખડતી ગાયોનાં ત્રાસથી કંટાળી ખેડૂતો આ ગાયોને સરકારી બિલ્ડીંગોમાં બાંધી દીધી હતી. રખડતી ગાયો ખેડૂતોનાં પાકને નુકશાન કરતી હતી તેથી કંટાળીને તેમણે આ પગલુ ભર્યુ હતું. આ સ્થિતિ એટલી બધી વણસી ગઇ કે, ઘણા બધા ગામોમાં શાળાઓ બંધી કરી દેવી પડી. કેમ કે, તેમને એવો ડર હતો કે, લોકો ગાયો ત્યાં છોડી જશે.આ પછી ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો કે, રખડતી ગાયોની સારી સંભાળ રાખવાની વ્યવસ્થા કરવામાં આવે.

Related posts

देश की जीडीपी को बढ़ा-चढ़ा कर पेश किया गया, सरकारी आंकड़े झूठे है : पूर्व CEA सुब्रमण्यन

aapnugujarat

केंद्रीय मंत्रिमंडल ने NIA को और मजबूती देने के दो कानूनों में संशोधन के प्रस्ताव को दी मंजूरी

aapnugujarat

समझौता एक्सप्रेस 76 भारतीय और 41 पाक नागरिकों को लेकर दिल्ली पहुंची

aapnugujarat

Leave a Comment

UA-96247877-1