Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રેપો-રિવર્સ રેપોરેટ, CRRને યથાવત રાખવાનો નિર્ણય

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા આજે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા છે. મોંઘવારી વધવાના છ કારણ પણ આજે દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા છે. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ધારણા પ્રમાણે જ આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યા હતા. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો છે. પોલિસી સમીક્ષાની બેઠકમાં તમામ પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવ્યા બાદ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. આરબીઆઈની એમપીસીની બેઠક ગઇકાલે શરૂ થઇ હતી. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. છઠ્ઠી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ આજે જારી કરવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવો આરબીઆઈમાં કમ્ફોર્ટ લેવલને પાર કરીને ડિસેમ્બર મહિનામાં ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવમાં વધારાના પરિણામ સ્વરુપે ૫.૨૫ ટકાની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો જ્યારે કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ સીપીઆઈ ઉપર આધારિત રિટેલ ફુગાવો નવેમ્બર મહિનામાં ૪.૮૮ ટકા અને ડિસેમ્બર ૨૦૧૫માં ૩.૪૧ ટકા હતો. નવી ક્રેડિટ પોલિસી જાહેર કરવામાં આવ્યા બાદ શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. રિઝર્વ બેંક તરફથી જારી કરવામાં આવેલા મોનિટરી પોલિસી સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે કરવામાં આવેલી ફાળવણી ખુબ સારા સંકેત તરીકે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯માં બીજા ગાળામાં ફુગાવો ૪.૫-૪.૬ ટકા સુધી રહી શકે છે. રિટેલ ફુગાવો આ નાણાંકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં ૫.૧ ટકા સુધી રહી શકે છે. ૨૦૧૮ માટે ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) ગ્રોથ ૬.૬ ટકા અને ૨૦૧૮-૧૯ માટે જીવીએ ગ્રોથ ૭.૨ ટકા રહી શકે છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લી દ્વિમાસિક પાંચમી નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરતી વેળા રિઝર્વ બેંકે રેપો અને રિવર્સ રેપોરેટમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. ઓગસ્ટ મહિનામાં છેલ્લે ધિરાણદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો. પાંચમી નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠક ગઇકાલે મંગળવારના દિવસે શરૂ થઇ હતી. બેઠક શરૂ થયા બાદથી જ રેટમાં કોઇ ઘટાડો કરાશે કે કેમ તેને લઇને ચર્ચા ચાલી રહી હતી. જો કે આજે પોલિસી સમીક્ષાના પરિણામ જારી કરતી વેળા કોઇ રેટ બદલવામાં ન આવતા અટકળોનો અંત આવ્યો હતો. આરબીઆઈ તમામ પાસાઓને ધ્યાનમાં લઇ રહી હતી. અર્થતંત્રમાં મંદી પ્રવર્તી રહી છે. સરકાર અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવાની દિશામાં આગળ વધી રહી છે. એમપીસીના કહેવા મુજબ મોંઘવારી વધવા માટે કેટલાક કારણ છે. એક કારણ સાતમા પગાર પંચની ભલામણો મુજબ જુદી જુદી રાજ્ય સરકારોએ એચઆરએમાં વધારો કર્યો છે. બીજુ કારણ વૈશ્વિક વિકાસમાં તેજીના પરિણામ સ્વરુપે ક્રૂડ ઓઇલ અને કોમોડિટીના ભાવમાં વધારો થઇ શકે છે જેની સ્થાનિક બજાર ઉપર અસર થશે. ત્રીજુ કારણ સામાન્ય બજેટ ૨૦૧૮-૧૯માં ખરીફ પાક માટે લઘુત્તમ સમર્થન મુલ્યની નીતિમાં ફેરફારથી મોંઘવારીમાં વધારો થઇ શકે છે. ચોથુ કારણ બજેટમાં અનેક ચીજવસ્તુઓ ઉપર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે જેની અસર મોંઘવારી ઉપર છથશે. છઠ્ઠુ કારણ નાણાંકીય વિકાસ અને દુનિયાની મોટી અર્થ વ્યવસ્થાની નીતિ પર નજર બાદ બહારી રોકાણકારોનો આત્મવિશ્વાસ હચમચી શકે છે. એમપીસીની આગામી બેઠક ચોથી અને પાંચમી એપ્રિલના દિવસે યોજાશે. ડો. ચેતન ઘાટે, પામી દુઆ, રવિન્દ્ર એચ ધોળકિયા, વિરલ વી આચાર્ય અને ઉર્જિત પટેલે મોનિટરી પોલિસીનું સમર્થન કર્યું હતું જ્યારે ડો. માઇકલ દેવવ્રતે પોલિસી રેટમાં ૦.૨૫ ટકાનો વધારો સુચવ્યો હતો.

Related posts

હરિયાણા ખુલ્લામાં શૌચથી મુક્ત બની ચુક્યું છે : મોદી

aapnugujarat

Arvind Sawant Resign From Modi’s Cabinet

aapnugujarat

प्रियंका गांधी पार्टी अध्यक्ष के लिए सबसे उपयुक्त हैं : थरूर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1