Aapnu Gujarat
મનોરંજન

દીપિકા લેડી ડોનની ભૂમિકા અદા કરશે

ફિલ્મ પદ્માવતના કારણે ભારે ચર્ચામાં રહેલી સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા હવે વધુ એક મોટી ભૂમિકા અદા કરવા જઇ રહી છે. તે હવે લેડી ડોનની ભૂમિકા અદા કરનાર છે. પદ્માવતમાં તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. રિપોર્ટ મુજબ હાલમાં તે મોટી ભૂમિકા કરવા માટેની તૈયારીમાં છે. ગેંગસ્ટર પર આધારિત ફિલ્મને લઇને તે આશાવાદી છે. આ ફિલ્મ હુસૈન જાયદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઓફ મુંબઇ પર આધારિત છે. આ ફિલ્મ એક વાસ્તવલિક પટકથા પર આધારિત છે. આના માટે દીપિકા જોરદાર તૈયારી કરી રહી છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મને લઇને તે વર્કશોપ કરી રહી છે. દીપિકાએ એમ પણ કહ્યુ છે કે આ ફિલ્મમાં તેના માટે ખુબ વધુ ફિજિકલ વર્ક છે. જેના પર કામ કરવામાં આવી રહ્યુ છે. તેનુ કહેવુ છે કે આ મહિલાની પટકથા તમામને પસંદ પડે તે જરૂરી છે. અત્રે નોંધનીય છે કે દીપિકા બીજી વખત કુશળ અભિનેતા ઇરફાન ખાન સાથે નજરે પડનાર છે. આ પહેલા બન્ને પીકુ ફિલ્મમાં સાથે દેખાયા હતા. વિશાળ ભારદ્ધાજની નવી ફિલ્મ ૨૦૧૮ના અંત સુધી રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. થોડાક દિવસ પહેલા વિશાલ ભારદ્ધાજે કહ્યુ હતુ કે તેઓએ ફિલ્મની પટકથા બે વર્ષ પહેલા જ લખી કાઢી હતી. હવે તેઓ ફિલ્મનુ નિર્દેશન કરવા જઇ રહ્યા છે.
વિશાલે કહ્યુ છે કે તેઓ દીપિકા સાથે કામ કરવાને લઇને આશાવાદી છે અને ખુશ પણ છે. દીપિકાની પ્રશંસા કરતા વિશાલે કહ્યુ છે કે આ ફિલ્મમાં તેના રોલ ને તે ન્યાય આપવા તૈયારી શરૂ કરી ચુકી છે. દીપિકા ખુબસુરત હોવાની સાથે સાથે ટેલેન્ટેડ અભિનેત્રી હોવાનો દાવો વિશાલે કર્યો છે. ફિલ્મમાં ઇરફાનની સાથે તે જોડી જમાવશે.

Related posts

મને તક મળે તો હું સ્વચ્છ ભારતની મિનિસ્ટર બનવાનું પસંદ કરીશ : દીપિકા પાદુકોણ

aapnugujarat

પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા તૈયાર

aapnugujarat

પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી’ ને થયા 5 વર્ષ પૂર્ણ

editor

Leave a Comment

UA-96247877-1