Aapnu Gujarat
મનોરંજન

પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા તૈયાર

કેરિયરની શરૂઆતમાં આઇટમ નંબર કરવા માટેનો સાફ ઇન્કાર કરીને તમામ નિર્માતા નિર્દેશકોને ચોંકાવી દેનાર પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા માટે તૈયાર થઇ છે. તે પોતે આ અંગેની વાત કરી રહી છે. તે વધારે સેક્સી ફિગર મેળવી ચુકી છે. જેથી તે હવે આઇટમ નંબર કરવા ઉત્સુક બની છે. બીજી બાજુ તે સ્પર્ધામાં ટકી રહેવા માંગે છે. તેની પાસે હાલમાં રોહિત શેટ્ટીની મોટી ફિલ્મ ગોલમાલ અગેઇન છે. જેમાં તે અજય દેવગનની સાથે છે. પ્રાપ્ત માહિતી મુજબ પરિણિતી ચોપડા પાસે હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. પરિણિતી હવે આઇટમ સોંગ કરવા માટે પણ તૈયાર છે. તે અન્ય અભિનેત્રીની જેમ આઇટમ સોંગ કરીને વધારે લોકપ્રિયતા મેળવી લેવા માટે તૈયાર છે. નિર્દેશક રોહિત ધવને પોતાની ફિલ્મ ઢિસુમમા એક આઇટમ સોંગ કરવા માટે પરિણિતીને અગાઉ કહ્યુ હતુ. આ સોંગને દેશી અંદાજમા દર્શાવવામાં આવ્યા બાદ તેની બોલબાલા વધી હતી. પરિણિતી ચોપડા પોતાની કેરિયરને લઉને હવે ગંભીર બની છે. તે પણ પોતાની બહેન પ્રિયંકા ચોપડા સાથે કેટલાક પ્રોજેક્ટમાં કામ કરવા માટે ઇચ્છુકછે. જો કે પરિણીતીએ હોલિવુડ ફિલ્મમાં કામ કરવાને લઇને હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. તે રોહિત શેટ્ટીની ફિલ્મને લઇને આશાવાદી છે.

Related posts

द गर्ल ऑन द ट्रेन में कीर्ति नो मेकअप लुक में नजर आएंगी

aapnugujarat

धर्मेद्र को न्यू जर्सी सीनेट और महासभा ने किया सम्मानित

editor

યાદગાર ફિલ્મ કરવા રવિના ઉત્સુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1