Aapnu Gujarat
મનોરંજન

એશ્વર્યા રાય બચ્ચન અનિલ કપુરની સાથે તાલ બેસાડશે

બોલિવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચન હવે નવી ફિલ્મમાં ફરી એકવાર અનિલ કપુર સાથે તાલ મિલાવવા જઇ રહી છે. અનિલ કપુર અભિનિત મ્યુઝિકલ ડ્રામાં ફિલ્મ ફન્ની ખાનનુ શુટિંગ જુલાઇ માસમાં શરૂ કરવામાં આવનાર છે. એશ હાલમાં પોતાની પાંચ વર્ષની પુત્રી આરાધ્યા અને પતિ અભિષેક બચ્ચનની સાથે ન્યુયોર્કમાં રજા માણી રહી છે. અનિલ કપુર અને એશ છેલ્લે સતિશ કૌશિકની ફિલ્મ હમારા દિલ આપકે પાસ હેમાં નજરે પડી હતી. આ ઉપરાંત આ બન્ને સુભાષ ઘાઇની ફિલ્મ તાલમાં પણ નજરે પડી હતી. ટીમના કલાકારો આગામી મહિનામાં મુંબઇમાં એકત્રિત થનાર છે. ઓગષ્ટના પ્રથમ સપ્તાહથી ફિલ્મનુ નિયમિત શુટિંગ શરૂ કરાશે. એશ્વર્યા રાય બચ્ચન મહિનાના અંતમાં શુટિંગમાં સામેલ થશે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી પ્રથમ હિસ્સાનુ શુટિંગ કરવામાં આવનાર છે. રાકેશ ઓમપ્રકાશની સાથે મળીને ફિલ્મના સહ નિર્માતા તરીકે રહેલી પ્રેરણા અરોરાએ કહ્યુ છે કે એશ આ રોલમાં સૌથી ફિટ પાત્ર તરીકે છે. સૌથી પહેલા પ્રિયંકા ચોપડાને આ રોલની ઓફર કરવામાં આવી હતી. જો કે તેને પટકથા પસંદ પડી ન હતી. ત્યારબાદ એશને ઓફર કરવામાં આવી હતી. ફન્ની ખાન ફિલ્મની સાથે જ ડિરેક્ટર તરીકે અતુલ માંજરેકરની એન્ટ્રી થઇ રહી છે. આ પિલ્મ વર્ષ ૨૦૦૦ની નેધરલેન્ડની ફિલ્મ એવરીબોડી ફેમસની રીમેક છે. અનિલ કપુર પોતે ફિલ્મના બે ગીત રજૂ કરી શકે છે. એશ પણ પોતાનો અવાજ આપે તેવી શક્યતા છે. એશ અનિલ કપુર સાથે વિતેલા વર્ષોમાં ખુબ સારી જોડી જમાવી ચુકી છે. તે સુપરરસ્ટાર અભિનેતા અને અભિનેત્રી તરીકે હતા. બન્નેની જોડી લાંબા સમય બાદ ફરી દેખાશે.

Related posts

પરિણિતી અને સિદ્ધાર્થ ફરી એકસાથે ચમકશે

aapnugujarat

बॉलीवुड में टीवी कलाकारों को उचित मौका नहीं मिलता है : हिना खान

editor

कबीर सिंह के मेकर्स के खिलाफ शिकायत दर्ज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1