Aapnu Gujarat
મનોરંજન

પરિણિતી અને સિદ્ધાર્થ ફરી એકસાથે ચમકશે

ફિલ્મ હસી તો ફસી સ્ટાર સિદ્ધાર્થ મલહોત્રા અને પરિણિતી ચોપડા ચાર વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર એક સાથે ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યા છે. બંને કઇ ફિલ્મમાં કામ કરશે તેને લઇને હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મનુ નામ હજુ રાખવામાં આવ્યુ નથી. જો કે એકતા કપુર આ ફિલ્મ બનાવવા જઇ રહી છે. જેમાં આ બંનેની હોટ જોડી સાથે નજરે પડનાર છે. એકતા કપુર અને શૈલેશ આર સિંહના પ્રોડક્શન હેઠળ આ ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આ ફિલ્મ સાથે સંબંધિત તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. સિદ્ધાર્થ અને પરિણિતી આગામી સપ્તાહમાં જ પોતાની આ ફિલ્મ માટે શુટિંગ કરનાર છે. સૌથી પહેલા ઉત્તરપ્રદેશમાં આ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં પ્રશાંત સિંહ પોતાની રીતે નિર્દેશક તરીકે એન્ટ્રી કરી રહ્યા છે. જે પહેલા ફિલ્મ નિર્માતા આનંદ એલ રાયની સાથે રાંઝના અને તનુ વેડ્‌સ મનુમાં સહાયક તરીકે હતા. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સિદ્ધાર્થ અને પરિણિતી સૌથી પહેલા ઉત્તરપ્રદેશમાં શુટિંગ કરનાર છે. યુપીમાં સેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સ્ટાર્સે પોતાની દેશી લુકની તૈયારી પણ શરૂ કરી દીધી છે. ફિલ્મ માટે બિહારની ભાષા શિખવાની રહેશે. એમ કહેવામાં આવે છે કે આ ફિલ્મની પટકથા પતિના અપહરણની આસપાસ રહે છે. પોતાના રોલમાં ફિટ બેસવા માટે સિદ્ધાર્થે વજન પણ વધારી દીધુ છે. તેના સિક્સ પેક્સ એબ સારી રીતે નજરે પડી શકે તે માટે તે વજન વધારી રહ્યો છે. તેની ભૂમિકા એક ઠગ તરીકેની રહેશે. જે લોકોના અપહરણ કરે છે અને તેમના બળજબરીથી લગ્ન કરાવે છે. એકતા કપુર આ પ્રોજેક્ટના સંબંધમાં વાત કરી ચુકી છે તેનુ કહેવુ છે કે સિદ્ધાર્થની સાથે આ ફિલ્મ ખુબ ઉપયોગી છે. વર્ષ ૧૯૭૭માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ ગ્રીસ લાઇટનિંગ પર આ ફિલ્મ આધારિત છે. જે એક અમેરિકી ફિલ્મ હતી.

Related posts

જાણિતા ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ કોરોના પોઝિટિવ

editor

लोग सफल महिलाओं से डर जाते हैं : स्वास्तिका मुखर्जी

editor

‘પદ્માવત’ના વિરોધમાં લખેલા પત્ર અંગે સ્વરાએ કહ્યું, ‘મારી મૂર્ખામી હતી’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1