Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૩૭૮ પોઇન્ટ ગગડીને બંધ

વૈશ્વિક બજારોમાં મંદી, ત્રીજા ત્રિમાસિક કોર્પોરેટ કમાણીના ગાળાની શરૂઆત પહેલા નિરાશા અને મેટલ, ઓટો, આઈટી અને ફાઈનાન્સિયલ કાઉન્ટરોમાં વેચવાલી વચ્ચે શેરબજારમાં આજે જોરદાર કડાકો બોલી ગયો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૩૭૮ પોઇન્ટ ઘટીને ૩૫૫૧૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો. અનેક શેરોમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. એચસીએલ ટેકમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો જ્યારે ઓએનજીસીમાં સૌથી વધુ ૩.૫૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. એચડીએફસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, લાર્સન એન્ડ ટુબ્રો, એચડીએફસી બેંકમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. બજાજ ઓટો, એશિયન પેઇન્ટ્‌સ, હિન્દુસ્તાન યુનિલીવરમાં તેજી રહી હતી. બીએસઈમાં કારોબાર કરતી ૨૭૨૬ કંપનીઓ પૈકી ૯૫૭ કંપનીઓના શેરમાં આજે તેજી રહી હતી જ્યારે ૧૬૧૯ કંપનીઓના શેરમાં મંદી રહી હતી. ૧૫૦ શેરમાં ભાવ યથાસ્થિતિમાં રહ્યા હતા. એનએસઈમાં બ્રોડર માર્કેટમાં નિફ્ટી ૧૨૦ પોઇન્ટ ઘટીને ૧૦૬૭૨ની નીચી સપાટીએ રહ્યો હતો. ૫૦ ઘટકો ધરાવતી એનએસઈમાં ૪૨ શેરમાં મંદી અને માત્ર આઠ શેરમાં તેજી રહી હતી. બુધવારના દિવસે ડોલરની સામે રૂપિયામાં ૭૫ પૈસાનો ઘટાડો થયો હતો. વર્ષ ૨૦૧૮માં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ૧૪૪૪૮૪૬૫.૬૯ કરોડ થઇ ગઇ હતી. માર્કેટ મૂડીમાં ૭૨૫૪૦૧.૩૧ કરોડનો ઘટાડો થયો હતો. સેંસેક્સમાં વર્ષ ૨૦૧૮માં ૫.૯૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૫.૯૧ ટકાનો સુધારો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩.૧૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આ વર્ષ દરમિયાન ૬.૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩.૩૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૫.૫૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિક કમાણીના આંકડા આ સપ્તાહથી આવવાની શરૂઆત થનાર છે. ત્રીજી જાન્યુઆરીથી આ સિઝનની શરૂઆત થશે.શેરબજારમાં નવા વર્ષના પ્રથમ દિવસે કારોબાર દરમિયાન આજે તેજી રહેતા સારી શરૂઆત વર્ષ ૨૦૧૯ની રહી હતી.

Related posts

ગુજરાતમાં આજથી ગુણોત્સવ-૮નો પ્રારંભ થશે

aapnugujarat

भारत-चीन की सेनाओं के बीच फिर से शुरू होगा सैन्य अभ्यास

aapnugujarat

સરહદે ફાયરિંગમાં ૪૦૦ ટકા સુધીનો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1