Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરહદે ફાયરિંગમાં ૪૦૦ ટકા સુધીનો વધારો

પાકિસ્તાનમાં ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે સેના હાલના સમયમાં કોઇ પણ લીડરશીપની વાત માની રહી નથી. આવી સ્થિતીમાં પાકિસ્તાન તરફથી રહદ પર ગોળીબારની ઘટનામાં રોકેટ ગતિથી વધારો થયો છે. પાકિસ્તાને આ વર્ષે હજુ સુધી જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ ૪૮૦થી વધુ વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો છે. ગયા વર્ષે ૧૧૧ સંઘર્ષ વિરામના ભંગની સામે આ વખતે તેમા ૪૦૦ ટકાનો વધારો થયો છે. આ ગાળા દરમિયાન પાકિસ્તાનની સેનાએ માત્ર ભારતીય ચોકીઓ પર અને ગામોને જ ટારગેટ બનાવ્યા નથી બલ્કે સ્નાઇપરો દ્વારા ભારતીય જવાનો પર પણ ગોળીબાર કર્યો છે. બીએસએફના અધિકારીઓનુ કહેવુ છે કે પાકિસ્તાની દળોએ આ વર્ષે દર રોજ ઓછામાં ઓછા ત્રણ વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો છે. ભારતીય જવાનો પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. પાકિસ્તાન તરફથી આ ઉશ્કેરણીજનક કાર્યવાહી એવા સમય પર કરવામાં આવી રહી છે જ્યારે ૨૦૦૩ની યુદ્ધવિરામની સમજુતીને સંપૂર્ણપણે લાગુ કરવા માટે ૨૯મી મેના દિવસે સહમતિ થઇ હતી. ભારત સરકારે રમઝાનના પવિત્ર મહિના દરમિયાન કાશ્મીરમાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી પરંતુ આ ગાળા દરમિયાન કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાની સંખ્યામાં જંગી વધારો થયો હતો. ત્રાસવાદીઓએ સેનાને ટાર્ગેટ બનાવીને અનેક હુમલા કર્યા હતા. હાલના દિવસોમાં જ રાઇઝિંગ કાશ્મીરના એડિટર સુજાત બુખારીની હત્યા પણ કરવામાં આવી હતી. ત્યારબાદ જ કેન્દ્ર સરકારના આ નિર્ણયની વ્યાપક ટિકા થઇ રહી હતી. ઇદ બાદ દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં યુદ્ધવિરામને નહીં લંબાવવાનો આખરે નિર્ણય લેવામાં આવ્યો હતો. હુમલા, હિંસા અને હત્યાઓને રોકવા માટે સેના હવે પોતાનીરીતે કાર્યવાહી કરી શકે છે. યુદ્ધવિરામના ગાળા દરમિયાન પાકિસ્તાને તેની નાપાક હરકતો સરહદ ઉપર જારી રાખી હતી. યુદ્ધવિરામનો ભંગ કરીને વારંવાર ગોળીબાર કર્યો છે. બીજી બાજુ રમઝાનના પવિત્ર મહિના દરમિયાન છેલ્લા કેટલાક દિવસોમાં પથ્થરબાજો દ્વારા સુરક્ષા દળો ઉપર હુમલાની ઘટનાઓ વધી હતી. સરહદ ઉપર ગોળીબારમાં નવસેરા સેકટરમાં ભારતીય જવાન શહીદ થયા હતા. બીજી બાજુ અરણીયા સેકટરમાં શનિવારે વહેલી પરોઢે ચાર વાગે ઈદના પ્રસંગે પાકિસ્તાન તરફથી નાપાક હરકત કરવામાં આવી હતી. બીએસએફએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનો ભંગ કરીે ગોળીબારનો સીલસીલો જારી રહ્યો છે.રમઝાનના યુદ્ધવિરામના ગાળા દરમિયાન ત્રણ ડઝનથી વધુ લોકોને ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારી ચુક્યા છે. શ્રીનગરમાં જુદી જુદી જગ્યાઓએ ૧૮ ગ્રેનેડો ઝીંકવામાં આવ્યા છે જેમાં ૨૪થી વધુ લોકોના મોત થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી હજુ સુધી ૧૪૩ લોકોના મોત થયા છે. જેમાં ૩૭ નાગરિકોનો સમાવેશ થાય છે. ૩૩ સુરક્ષા જવાનો પણ શહીદ થયા છે. ૧૪૩ પૈકી ત્રણ ડઝન લોકોના મોત રમઝાન દરમિયાન થયા છે . સરહદે પાકિસ્તાને નાપાક હરકત જારી રાખી છે.
પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામના સતત ભંગ અને ત્રાસવાદી હુમલામાં વધારો થયા બાદ ભારત સરકારે આખરે યુદ્ધવિરામને નહીં લંબાવવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ ફરી શરૂ કરાયુ છે. પ્રથમ દિવસે જ ચાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

Related posts

વડાપ્રધાન મોદી દ્વારા વિરાટ કોહલીનો ફિટનેસ ચેલેન્જ હવે સ્વીકાર

aapnugujarat

बिहार के मधुबनी जिले कि एक पंचायत का फरमान : लड़कियों के लिए मोबाइल और शादी में डांस पर रोक

aapnugujarat

રાહુલની સુરક્ષામાં ગાબડાને લઇ આરોપ : કેન્દ્રનો રદિયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1