Aapnu Gujarat
તાજા સમાચારશિક્ષણ

ગુજરાતમાં આજથી ગુણોત્સવ-૮નો પ્રારંભ થશે

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ ચકાસણીના સૌતી મોટા, રાજ્યના તત્કાલીન મુખઅયમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ગુણોત્સવ કાર્યક્રમના ૮માં પડાવ તરીકે આવતીકાલ ૬મીથી ૭મી એપ્રિલના રોજ સમગ્ર રાજ્યની ૩૨૪૦૦ કરતા વધુ શાળાોમાં ગુણોત્સવ કાર્યક્રમ યોજાશે. આ શાળાઓમાં બે દિવસ દરમિયાન ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓના વાચન લેખન, ગણન અને ધોરણ ૬થી આઠના વિદ્યાર્થીઓના સાક્ષરી વિષયોનું મૂલ્યાંકન કરવામાં આવશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચમહાલ જિલ્લામાં ગુણોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. નાયબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર જિલ્લામાં ગુણોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજ્ય સરકારના મંત્રીઓ, મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ તાપી, ઉર્જામંત્રી સૌરભ પટેલ મોરબી, આદિજાતિ મંત્રી ગણપત વસાવા નવસારી, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્મયંત્રી જયેશ રાદડિયા ગીર સોમનાથ, શ્રમ અને રોજગારમંત્રી દિલીપકુમાર ઠાકોર કચ્છ, સામાજિક ન્યાય અધિકારિતામંત્રી ઇશ્વરભાઈ પરમાર બનાસકાંઠા, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ભરુચ, સિંચાઈ અને પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ સાબરકાંઠા, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ નર્મદા, પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર આણંદ, સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ બોટાદ, સામાન્ય અને શૈક્ષણિક પછાત વર્ગોના રાજ્યમંત્રી વાસણભાઈ આહિર દેવભૂમિ દ્વારકા, વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકર ડાંગ અને આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાની પોરબંદર જિલ્લામાં ગુણોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પદાધિકારીઓ, આઈએએસ, આઈએફએસઆઈપીએસ સચિવાલય અને ખાતાના વડાની કચેરીઓના વર્ગ-૧ના અધિકારીઓ બાહ્ય મૂલ્યાંકનકરા તરીકે કામગીરી કરશે. જિલ્લા કક્ષાના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે. સરાકરી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ અને આશ્રમ શાળાઓના મળી ૫૪૦૦૦૦૦ કરતા વધુ બાળકોના શિક્ષણની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. અંદાજિત ૩૦૦૦ જેટલા અધિકારીઓ, પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાશે. બાકીની શાળાઓમાં એસએણસી હાજરીમાં સ્વ મૂલ્યાંકન કરવામાં આવશે.

Related posts

પીએસયુ બેંકોના વડાની સાથે આજે પીયુષ ગોયેલની બેઠક

aapnugujarat

સવર્ણોને ૧૦ ટકા અનામત પર રોક લગાવવા સુપ્રિમનો ઇન્કાર

aapnugujarat

ધોરણ-૧૦નું પરિણામ ૨૯ મેના દિવસે જાહેર કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1