Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સબરીમાલા વિવાદ : બંધ દરમિયાન હિંસાથી સ્થિતિ વણસી

વિશ્વ પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં બે પ્રતિબંધિત વયની મહિલાની એન્ટ્રી બાદ કેરળમાં ભૂકંપ જેવી સ્થિતી સર્જાઇ ગઇ છે. આ એન્ટ્રીની સામે કેરળમાં શ્રદ્ધાળુઓમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે અને સ્થિતિ વણસી ગઇ છે.
સબરીમાલા મંદિરમાં બે મહિલાઓ દર્શન કરવામાં સફળ રહ્યા બાદ આને લઇને શ્રદ્ધાળુઓ સંઘર્ષ ઉપર ઉતરી આવ્યા છે. આજે બંધ દરમિયાન વ્યાપક ઝપાઝપી અને હિંસા થઇ હતી. હિંસા ઉપર ઉતરેલા લોકોએ ટાયરો સળગાવ્યા હતા. નાકાબંધી કરી હતી. પોલીસને સ્થિતિને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. બળનો પ્રયોગ કરવો પડ્યો હતો. અથડામણોમાં ત્રણને ઇજા થઇ હતી. એકનું મોત થયું હતું. ચાકુથી કરવામાં આવેલા હુમલામાં ભાજપના ત્રણ કાર્યકરોને ઇજા થઇ હતી. જુદા જુદા હિન્દુ તરફી સંગઠનોના છત્ર સંગઠન સબરીમાલા કર્મ સમિતિ દ્વારા રાજ્યવ્યાપી બંધની હાકલ કરવામાં આવ્યા બાદ તેની સીધી અસર જોવા મળી હતી. રાજ્યમાં આજે ભારે અંધાધૂંધી રહી છે. વાહનોની અવરજવરને માઠી અસર થઇ હતી. શાસક સીપીએમની ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી હતી. દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. દેખાવકારોની પોલીસ અને શાસક સીપીએમના કાર્યકરો સાથે અથડામણ થઇ હતી. થિસુરમાં ભાજપના ત્રણ કાર્યકરોને છુરાબાજીમાં ઇજા થઇ હતી. સ્થિતિ ખુબ જ વણસી ગઇ છે. મહિલાઓના પ્રવેશને લઇને જોરદાર વાંધો ઉઠાવામાં આવી રહ્યો છે. સબરીમાલા વિવાદ પર કેરળના મુખ્યમંત્રી વિજયને કહ્યું છે કે, મહિલાઓને સુરક્ષા આપવાની તેમની જવાબદારી રહેલી છે. સરકાર બંધારણીય જવાબદારી અદા કરવ માટે તૈયાર છે. સંઘ પરિવારના લોકો સબરીમાલાને યુદ્ધ સ્તરમાં ફેરવી દેવા ઇચ્છુક છે.
કેરળ સરકાર દરરોજ કોઇને કોઇ લોકોને મોકલીને પરમ્પરા સાથે રમત રમી રહી હોવાનો આરોપ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવે છે. આ તહેવારની સિઝન છે. દરરોજ મંદિરમાં એકથી બે લાખ લોકો આવે છે પરંતુ સરકારની કાર્યવાહીના લીધે સંખ્યા ઘટીને ૧૦થી ૧૨ હજાર થઇ ગઈ છે. કેટલાક સંગઠનો દ્વારા આજે રાજ્યવ્પાપી બંધની હાકલ કરવામાં આવી હતી. બંધ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી. જેમાં એક વ્યક્તિનુ મોત થયુ હતું. ભાજપે બંધને ટેકો આપ્યો હતો. હડતાળ અને બંધના કારણે જનજીવનને અસર થઇ હતી. બંધને ધ્યાનમાં લઇને પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે૧૦-૫૦ વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાથી રોકી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદથી મંદિરમાં પ્રવેશ કરવા માટેના સતત પ્રયાસ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા હજુ સુધી કોઇ મહિલાને પ્રવેશની મંજુરી આપી નથી. જો કે આ બે મહિલાના દાવાથી હોબાળો મચી ગયો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ કોઇ પણ પ્રતિબંધિત મહિલા અયપ્પાના દર્શન કરવામાં સફળ રહી નથી.
બે મહિલાઓએ દાવો કર્યો છે કે તેઓએ ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે. આ બે મહિલાઓ પૈકી એકની ઓળખ બિન્દુ તરીકે અને બીજી મહિલાની ઓળખ કનકદુર્ગા તરીકે થઇ છે.
સ્થાનિક પુજા ૧૪મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ સીપીઆઇ અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનુ મોત થયુ છે. સાથે સાથે બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સરકારે કહ્યુ છે કે તમામને સુરક્ષા આપવા માટે સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે.

Related posts

2019 के लोकसभा चुनाव में भाजपा ने खर्च किए 27000 करोड़: रिपोर्ट

aapnugujarat

Major fire broke out in factory of Delhi’s Jhilmil area, 3 died

aapnugujarat

સ્વીસ પર જીત મેળવીને હવે સ્વીડનની ટીમ અંતિમ ૮માં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1