Aapnu Gujarat
બિઝનેસ

ડેબ્ટ માર્કેટમાં કુલ ૧૫૧૩૨ કરોડ રૂપિયા ઠાલવી દેવાયા

વિદેશી મૂડી રોકાણકારોએ આ મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં આશરે ત્રણ અબજ ડોલર ઠાલવ્યા છે. સ્થિર માઇક્રો ઇકોનોમીક સ્થિતિના પરિણામ સ્વરુપે જંગી નાણા ઠાલવવામાં આવ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, ફંડ પૈકી મોટાભાગની રકમ ડેબ્ટ માર્કેટમાં ઠાલવી દેવામાં આવી છે. ડેટા મુજબ એફપીઆઈ દ્વારા ત્રીજીથી ૨૭મી ઓક્ટોબર દરમિયાન એફપીઆઈએ સ્ટોક માર્કેટમાં ૨૮૦૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૧૫૧૩૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. ઓક્ટોબરમાં કુલ રોકાણનો આંકડો ૧૭૯૩૮ કરોડ અથવા તો ૨.૭૫ અબજ ડોલરનો રહ્યો છે. ગયા મહિને મૂડી માર્કેટમાંથી ૧૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી-ઓગસ્ટના તે પહેલાના છ મહિનામાં એફપીઆઈ દ્વારા ૧.૭૮ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. છેલ્લા આઠ મહિનાના ગાળા દરમિયાન નેટ ઇન્ફ્લોનો આંકડો ૧.૪ લાખ કરોડ રહ્યો છે. તે પહેલા તેમના દ્વારા ૨૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. બજાજ કેપિટલના સીઈઓ રાહુલ પારેખે કહ્યું છે કે, વિદેશી રોકાણકારોએ ડેબ્ટ માર્કેટમાં વધારે વિશ્વાસ જાળવી રાખ્યો છે. વાસ્તવિક વ્યાજદરની સ્થિતિ હકારાત્મક રહી છે. સાથે સાથે કરન્સીમાં ઉથલપાથલ પણ ઓછી જોવા મળી છે. આની સીધી અસર વિદેશી મૂડીરોકાણ ઉપર થઇ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયન બોન્ડમાં લિમિટને વધારવા માટેના કારણો દેખાઈ રહ્યા છે. મૂડી માર્કેટમાં સેબી દ્વારા હાલમાં જ લેવામાં આવેલા પગલાની સીધી અસર એફપીઆઈ ઉપર નોંધાઈ છે. ઇન્ડિયન્સ સિક્યુરિટીમાં તેમની મર્યાદા રાખનાર અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરનાર વિદેશી રોકાણકારો હવે ડેબ્ટ માર્કેટમાં વધારે નાણા રોકી રહ્યા છે. આ સંદર્ભમાં ઇક્વિટી પ્રવાહની સ્થિતિ યથાવત રહી છે. કોટક મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયો મેનેજર અંસુલ સહગલે કહ્યું છે કે, એફપીઆઈ દ્વારા લેવામાં આવી રહેલા પગલાના પરિણામ સ્વરુપે શેરબજારમાં પણ આગામી દિવસોમાં તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એફપીઆઈ દ્વારા ભારત ઉપરાંત ચીન જેવા અન્ય દેશો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ચીનમાં વેલ્યુએશન સરખામણીની દ્રષ્ટિએ વધારે આકર્ષક હોવાના આંકડા પહેલાથી જ જારી કરવામાં આવી ચુક્યા છે. શેરબજારમાં હાલમાં જુદા જુદા પરિબળોની સીધી અસર જોવા મળી રહી છે. શેરબજારમાં સ્થિતિને સાનુકુળ બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ભારત સરકારના સિક્યુરિટી અને કોર્પોરેટ બોન્ડમાં લિમિટ વધારવામાં આવ્યા બાદ એફપીઆઈ ઉત્સાહિત છે.

Related posts

ઊંચા રેટિંગવાળા મોંઘાં એસી, ફ્રીઝનું વેચાણ ઘટ્યું

aapnugujarat

મીની લોકડાઉન છતાં લોન મોરેટોરિયમ નહીં : રિઝર્વ બેન્ક

editor

भारत के इन्फ्रा सेक्टर में निवेश को मॉर्गन स्टेनली जुटाएगी १ अरब डॉलर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1