Aapnu Gujarat
ગુજરાત

નાની રાસલી ગામ પાસેથી દારૂ સાથે શખ્સ ઝડપાયો

પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તથા છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષક એમ.એસ.ભાભોર તથા નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડની સુચના અને માર્ગદર્શનનાં આધારે જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનું કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાનાં તમામ પોલીસ અધિકારીઓને સૂચના કરેલ જે આધારે પાવીજેતપુર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ એ.એન.પરમાર તથા સ્ટાફનાં માણસો પાવીજેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નાના રાસલી ગામની સીમ પાસેથી ઇનોવા ગાડી સાથે એેક શખ્સને પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો. મુદ્દામાલમાં વિદેશી દારૂની કુલ બોટલો નંગ ૨૭૬ જેની કુલ કિંમત રૂપિયા ૧,૫૩,૧૮૦/- તથા મોબાઇલ નંગ -૧ તેની કિંમત રૂ. ૨૦૦૦/- તથા રોકડા રૂપિયા ૨૦૦૦/- અને ઈનોવા ગાડીની કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૫,૫૭,૧૮૦/- નાં મુદૃામાલ સાથે પકડાયેલ આરોપી (૧) પ્રદિપ રમેશચંદ્ર સોની અલીરાજપુર (એમ.પી.) અને પકડવાના બાકી આરોપી (૧) રાકેશ માજરીયા ચૌહાણ (એમ.પી) (૨)સજ્જન ચૌહાણ (એમ.પી.). આમ, આરોપી પ્રદિપ રમેશચંદ્ર સોની અલીરાજપુર (એમ.પી.) તેઓને ક્વોરેન્ટાઇન કરી પાવીજેતપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

દલિત-રબારી મારામારી કેસમાં રબારી સમાજના ૮ આરોપીની ધરપકડ

aapnugujarat

M.O.D.I. ફેસ્ટની પૂર્વ તૈયારી : સાંસદશ્રીએ લોક આમંત્રણ પ્રચાર રથને કરાવ્યુ પ્રસ્થાન : વડોદરાના પ્રદર્શન મેદાન પર ત્રણ દિવસનો સુશાસન સિધ્ધિ ઉત્સવ ઉજવાશે

aapnugujarat

હાર્દિક પટેલ પોતાના જ દાવમાં ફસાઇ ગયો : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1