Aapnu Gujarat
ગુજરાત

M.O.D.I. ફેસ્ટની પૂર્વ તૈયારી : સાંસદશ્રીએ લોક આમંત્રણ પ્રચાર રથને કરાવ્યુ પ્રસ્થાન : વડોદરાના પ્રદર્શન મેદાન પર ત્રણ દિવસનો સુશાસન સિધ્ધિ ઉત્સવ ઉજવાશે

સાંસદ રંજનબેન ભટ્ટ અને મેયરશ્રી ભરતભાઇ ડાંગરએ શહેરમાં ત્રણ દિવસ માટે સુશાસન સિધ્ધિ ઉત્સવના રૂપમાં યોજાનારા મેકીંગ ઓફ ડેવલપ્ડ ઇન્ડિયા (M.O.D.I. ) ફેસ્ટની પૂર્વ તૈયારીના રૂપમાં, પ્રધાનમંત્રીશ્રીના ત્રણ વર્ષના યશસ્વી શાસનને વધાવતા કાર્યક્રમમાં જોડાવા માટે શહેરીજનોને પ્રેરીત કરતા લોક આમંત્રણ પ્રચાર રથને પ્રસ્થાન કરાવ્યુ હતું. મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે આ રથને ધારાસભ્યશ્રી યોગેશભાઇ પટેલે શ્રીફળ સમર્પિત કરીને વધાવ્યો હતો. ઉપરોક્ત ફેસ્ટ કીર્તિસ્થંભ પાછળ પ્રદર્શન મેદાનમાં તા. ૯ થી ૧૧, જુનના ત્રણ દિવસ યોજાવાનો છે. જેનો શુભારંભ કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા કરાવશે.

એલઇડી ડિસ્પ્લે બોર્ડથી સુસજ્જીત આ રથ ત્રણ દિવસ દરમિયાન શહેરમાં ૧૫ સ્થળોએ બે બે કલાકનું રોકાણ કરશે અને નગરજનોને ભારત સરકારની જન કલ્યાણની ૧૫૦થી વધુ યોજનાઓને જાણવા માટે મોડી ફેસ્ટમાં ભાગ લેવા આમંત્રિત કરશે.

આ રથની સાથે ૧૦ સ્વયંસેવકો રાખવામાં આવ્યા છે જે લોકોને ઉપરોક્ત ફેસ્ટ હેઠળ યોજાનારા કાર્યક્રમોની વિગતવાર જાણકારી આપશે. લોકોને પ્રધાનમંત્રીશ્રીની સાથે નવા ભારતના નિર્માણમાં જોડાવા માટે આમંત્રિત કરવાનો આ કાર્યક્રમ છે તેમ સાંસદશ્રીએ જણાવ્યુ હતું. દિવસ દરમિયાન રથના એલઇડી ડિસ્પ્લે બોર્ડ પર NDA સરકારની ત્રણ વર્ષના સુશાસનની સીમાચિન્હરૂપ સિધ્ધિઓની ડોક્યુમેન્ટ્રીઝ સતત પ્રસારીત કરાશે.

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસના ફેસ્ટમાં, દરરોજ ૦૫ લકી ડ્રો કરવામાં આવશે અને વિજેતા નાગરિકોને ઘરેલુ ઊર્જા બચત જેવા લાભો આપતા સાધનો ઇનામ પેટે આપવામાં આવશે. રથની સાથેના સ્વયંસેવકો, રથના રોકાણ સ્થળે નાગરિકોની નામ નોંધણી, લકી કૂપન ડ્રો તેમજ ફેસ્ટમાં ભાગ લેવા માટે કરશે. આ પ્રસંગે ધારાસભ્યશ્રી યોગેશભાઇ પટેલ, અન્ન આયોગના અધ્યક્ષ ભૂપેન્દ્રભાઇ લાખાવાળા, નાયબ મેયર યોગેશ પટેલ સહિત પાલિકા પદાધિકારીઓ અને નગર સેવકો, વુડા અધ્યક્ષશ્રી નારણભાઇ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.         

Related posts

નંબર પ્લેટ વિના ફરતા વાહનો પર આરટીઓની લાલઆંખ

aapnugujarat

गुजरात में चुनाव प्रचार शुरु, कांग्रेस के नारे से उड़ी भाजपा प्रत्‍याशियों की नींद

editor

વડાલી માર્કેટયાર્ડમાં ૮૧ લાખ કિલો કપાસની આવક

editor

Leave a Comment

UA-96247877-1