Aapnu Gujarat
Uncategorized

મહેસાણા જિલ્લામાં ચુંટણીના ધમધમાટ વચ્ચે ચૂંટણી કાર્યાલયના ઓપનિંગથી કર્યા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે, મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો,૧૦ તાલુકા પંચાયતની ૨૧૬ બેઠકો તેમજ વિસનગર,મહેસાણા,કડી અને ઉંઝા નગરપાલિકાની ૩૮ વોર્ડની ૧૫૨ બેઠકોની ચૂંટણીઓ યોજાવાની છે.મહેસાણા જિલ્લામાં હવે ચૂંટણી પ્રચાર-પ્રસાર ની કામગીરી વેગ પકડી રહી છે ત્યારે જિલ્લા પંચાયતના દેદીયાસણ સીટના જિલ્લાના ઉમેદવાર તૃષાબેન પિન્ટુભાઈ પટેલ તથા મહેસાણા તાલુકા સીટ મોટી દાઉ 1 રમેશભાઈ ગૌરીશંકર પંડયા તથા ભૂમિકાબેન પ્રવિણસિંહ વાઘેલા ,મોટી દાઉ-2ના ઉમેદવાર મમતાબેન મહેશભાઈ પટેલતથા નિરુબેન મહેશભાઈ પટેલ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું છે. એજ રીતે પાચોટ જીલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મુકેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, પાચોટ તાલુકા પંચાયતના ઉમેદવાર પૂનમબેન આશીષભાઈ પટેલ, તાલુકા પંચાયત હિંગળાજપુરાના ભાજપ ના ઉમેદવારોના આજે તાલુકા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોર, ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, મહેસાણા બીજેપી પ્રમુખ જશુભાઇ પટેલ, પૂર્વ મંત્રી ખોડાભાઈ પટેલ તથા ઉપરોકત સીટના ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓની હાજરીમાં પાચોટ બાયપાસ રોડ, દ્વારકેશ પોઇન્ટ માર્કેટ ખાતે મહાનુભાવોના વરદ હસ્તે રીબીન કાપી ચૂંટણી કાયૉલયનો કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

    આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ, વેપારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહેસાણાના સાંસદ શ્રીમતિ  શારદાબેન પટેલે પોતાના વક્તવ્યમાં ભાજપને વિજયી બનાવવા આવહાન કર્યું હતું અને દરેક કાર્યકરને ચૂંટણી પ્રચારના કાયૅમાં લાગી જવા જણાવ્યું હતું.    આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ, વેપારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહેસાણાના સાંસદ શ્રીમતિ  શારદાબેન પટેલે પોતાના વક્તવ્યમાં ભાજપને વિજયી બનાવવા આવહાન કર્યું હતું અને દરેક કાર્યકરને ચૂંટણી પ્રચારના કાયૅમાં લાગી જવા જણાવ્યું હતું.

Related posts

૨૬મેએ લાલુ યાદવ સોનિયા ગાંધીને મળી વિપક્ષી એકતા પર ચર્ચા કરશે

aapnugujarat

પ્રભાસ પાટણ ભાજપ દ્વારા પાર્ટીના નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારંભ યોજાયો

aapnugujarat

વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્રારા મહાબીજ નિમીતે જાલેશ્ર્વર મંદિર ખાતે ધ્વજારોહણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1