Aapnu Gujarat
Uncategorized

પ્રભાસ પાટણ ભાજપ દ્વારા પાર્ટીના નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારંભ યોજાયો

ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરારની ઉપસ્થિતીમાં શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા, તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઈ સોલંકી, મહામંત્રી વિજય પરમાર, કપિલ મહેતા , પૂર્વ પ્રમુખ પ્રવિણ રૂપારેલીયા, રમણ સોલંકીનું પુષ્પગુચ્છ, શાલ તથા મોમેન્ટો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટને કેન્દ્ર સરકારના ટુરીઝમ વિભાગ દ્વારા ‘આઈકોનીક પ્લેસ’ જાહેર કરી વિશેષ કામગીરી બદલ એવોર્ડ મળતા ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાનું પણ ભાજપ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સૌના સાથ અને સહકારથી વિશ્વ વિખ્યાત યાત્રાધામ સોમનાથમાં વિકાસના કાર્યોને વેગ મળે તથા આ વિસ્તારમાં વસતા છેવાડાના લોકોને સેવાના ભાવ સાથે ઉપયોગી બની શકીએ તેવી શુભેચ્છા વ્યકત કરી હતી. આ કાર્યક્રમમાં પ્રભાસપાટણ, સોમનાથમાં વસતા દરેક જ્ઞાતિ સમાજના અગ્રણીઓ સામાજીક સેવાકીય સંસ્થાના હોદેદારો, નગરપાલિકાના ચુંટાયેલા સભ્યો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ વિસ્તારના સાંસદ રાજેશ ચુડાસમાનો શુભેચ્છા સંદેશ પણ વિડીયોના માધ્યમથી પ્રાપ્ત થયો હતો . પ્રભાસપાટણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમની વ્યવસ્થા તથા સંચાલન કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

શું તમે રોજ એકના એક નાસ્તાથી કંટાળી ગયા છો, તો બનાવો સ્વાદિષ્ટ ખાંડવી

editor

यूएस ओपन : उलटफेर का शिकार हुई सिमोना हालेप

aapnugujarat

West Bengal assembly passed resolution against CAA

aapnugujarat

Leave a Comment

UA-96247877-1