Aapnu Gujarat
Uncategorized

૨૬મેએ લાલુ યાદવ સોનિયા ગાંધીને મળી વિપક્ષી એકતા પર ચર્ચા કરશે

આરજેડી અધ્યક્ષ લાલુ યાદવ ૨૬ મે એ દિલ્હી જશે, જ્યાં તે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે અને વિપક્ષી એકતા પર ચર્ચા કરશે. આ બેઠકમાં વિપક્ષી એકતાને લઈને ઘણા અન્ય દળોના નેતાઓ પણ આવવાની શકયતા છે. લાલુ યાદવ અને સોનિયા ગાંધીની મુલાકાતને મહત્વપૂર્ણ બતાવવામાં આવી રહી છે. લાલુ પ્રસાદે કહ્યું કે, સોનિયા ગાંધી સાથે વાતચીત થઇ છે અને અમે બધા મળીને ભાજપ વિરુદ્ધ ગોલબંધી કરીશું. તેમણે એ પણ કહ્યું હતું કે, તેમની સાથે દેશની વર્તમાન રાજકીય સ્થિતિ પર વાતચીત થશે. લાલુ પ્રસાદે કહ્યું કે, સેક્યુલર અને સામાજિક ન્યાયની શક્તિ વહેચાયેલ છે, જ્યાં અમે લોકો એક સાથે લડી રહ્યા છીએ ત્યાં જીતી રહ્યા છીએ પરંતુ અલગ છીએ ત્યાં અમારી હાર થઇ રહી છે. કોંગ્રેસ ઓલ ઇન્ડિયા પાર્ટી છે અને દેશને આઝાદ કરવામાં પાર્ટીનું મહત્વનું યોગદાન છે. આજની સ્થિતિમાં દરેક સેક્યુલર પાર્ટીઓએ એક સાથે આવવાની જરૂર છે.
સોનિયા ગાંધીએ બુધવારે આરજેડી ચીફ લાલુ પ્રસાદને ફોન પર વાત કરી. સુત્રો અનુસાર, બંને વચ્ચે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર ચર્ચા થઇ ત્યારે, લાલુ યાદવે માયાવતી સાથે પણ વાતચીત કરી છે અને તેમને ૨૭ મે એ પટના રેલીમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે.કોંગ્રેસ અધ્યક્ષ સાથે મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ મુલાકાત કરી હતી. તેને પણ રાષ્ટ્રપતિ ચૂંટણીની મોર્ચાબંધી તરીકે જોવામાં આવી રહી છે, જો કે મમતાએ તેનું ખંડન કર્યું છે. જો કે, તેમણે એ જરૂર કહ્યું છે કે, રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો નિર્ણય કરવા માટે આગામી ૧૦ દિવસમાં ફરીથી મુલાકાત થશે.યુપી વિધાનસભા ચૂંટણીમાં ધમાકેદાર જીતથી રાષ્ટ્રપતિ ચૂંટણીના નિર્વાચક મંડળમાં પોતાની સંખ્યા વધારી ચૂકેલ ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકજુટ થવા લાગ્યા છે. આ સિલસિલામાં જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી.ત્યાગીએ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી.
સોનિયા જેડીયુ અધ્યક્ષ નીતીશ કુમાર, એનસીપી અધ્યક્ષ શરદ યાદવ સાથે પણ મુલાકાત કરી ચુકી છે જયારે રાહુલ ગાંધી સીપીઆઈના સીતારામ યેચુરી અને એસપી નેતા અખિલેશ યાદવ સાથે આ સિલસિલામાં મળી ચુક્યા છે. ઓડીશા સીએમ નવીન પટનાયક સાથે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના નેતા નીતીશ કુમાર, મમતા બેનર્જી અને સીતારામ યેચુરી સંપર્ક કરી ચુક્યા છે. એક તરફ વિપક્ષમાં ઉમેદવારને લઈને કોઈ સર્વસંમતિ નથી બની રહી ત્યારે બીજી તરફ બિહારના સીએમ અને જેડીયુના અધ્યક્ષ નીતીશ કુમારે આ સંકેત આપ્યા છે કે, જો કેન્દ્ર સરકાર વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને બીજો કાર્યકાળ આપવા માટેના પ્રસ્તાવ સાથે સામે આવે છે તો વિપક્ષ તેમના નામ પર સમર્થન આપવા માટે વિચાર કરી શકે છે.

Related posts

ડૉ. બાબાસાહેબની જન્મજ્યંતિ ન્યુયોર્કમાં ઉજવાઈ : પૂર્વ સાંસદ રતિલાલ વર્મા અતિથિ વિશેષ

aapnugujarat

ધોરાજીની તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને વિનામૂલ્ય પતંગ વિતરણ કરાયું

editor

ભાવનગરમાં તરખાટ મચાવનાર ચીકલીકર ગેંગ ઝડપાઈ

editor

Leave a Comment

UA-96247877-1